Ahmedabad : ચંડોળા બાદ ઈસનપુરમાં 900થી વધુ મકાનો પર AMC ની મેગા ડ્રાઈવ
- Ahmedabad માં ફરી ચાલ્યુ દાદાનું બુલડોઝર
- ચંડોળા બાદ ઈસનપુરમાં મેગા ડિમોલિશન
- 900થી વધુ મકાનો પર AMC ની મેગા ડ્રાઈવ
- ઈસનપુરના રામવાડી તળાવ વિસ્તારમાં ડિમોલિશન
- 50 વર્ષથી ગેરકાયદે દબાણ પર બુલડોઝર કાર્યવાહી
- 500 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે ડિમોલિશન
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફરી એકવાર ગેરકાયદે દબાણો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના ચંડોળા તળાવ બાદ હવે ઈસનપુર વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જેમાં રામવાડી તળાવની આસપાસના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. આ મેગા ડિમોલિશનમાં 900થી વધુ કાચા-પાકા મકાનો પર AMCનું બુલડોઝર ફરી વળ્યું છે.
ઈસનપુર તળાવ પર 50 વર્ષ જૂના દબાણો
ઈસનપુરના રામવાડી તળાવ વિસ્તારમાં દાયકાઓથી ગેરકાયદેસર દબાણ કરીને રહેતા પરિવારો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ દબાણો 50 વર્ષથી પણ વધુ સમયથી તળાવની સરકારી જમીન પર કરવામાં આવ્યા હતા. આ મકાનો દૂર કરવાની કામગીરી દ્વારા તળાવની જમીનને ફરી ખુલ્લી કરાવવામાં આવી છે. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુરના આ તળાવ પર પણ 1000થી વધુ લોકો વસવાટ કરતા હોવાનું સામે આવ્યું હતું.
Ahmedabad માં ફરી ચાલ્યુ દાદાનું બુલડોઝર | Gujarat First @AmdavadAMC @CMOGuj #Ahmedabad #AMC #BulldozerAction #MegaDemolition #IllegalConstruction #AhmedabadNews #gujaratfirst pic.twitter.com/N2pkUuT9VP
— Gujarat First (@GujaratFirst) November 24, 2025
પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી (Ahmedabad)
કોર્પોરેશને આ ડિમોલિશનની કામગીરી સુચારુ રૂપે પાર પાડવા માટે સંપૂર્ણ આયોજન કર્યું હતું. દબાણ દૂર કરવાની આ કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવમાં 15થી વધુ JCB, ડમ્પર સહિતની મોટી મશીનરી કામે લગાડવામાં આવી હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ હતું. ડિમોલિશન સ્થળે 500થી વધુ પોલીસ કર્મચારીઓનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા.
અગાઉ નોટિસ આપવા છતાં મકાનો ખાલી ન કરાતાં કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આ ગેરકાયદે દબાણો વિશે જાણતી હતી અને સંપૂર્ણ પ્લાનિંગ બાદ જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરીમાં AMCના 4 ઝોનની એસ્ટેટની ટીમો એકસાથે જોડાઈ હતી. કોર્પોરેશનના સત્તાધીશોઓએ જણાવ્યું હતું કે આ મકાનધારકોને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મકાનધારકો દ્વારા મકાનો ખાલી કરવામાં આવ્યા ન હતા. પરિણામે, જાહેર જમીન અને તળાવના સંરક્ષણ માટે આ કડક પગલું લેવું પડ્યું છે.
આ પણ વાંચો : Bahiyal Demolition: ગાંધીનગરના બહિયલમાં મેગા ડિમોલિશન, અસામાજિક તત્વોનો સ્પષ્ટ સંદેશ


