Ahmedabad: કઠવાડા GIDC માં AMCની તવાઈ, પાન-મસાલામાં વપરાતો 450 કિલો શંકાસ્પદ ચૂનો ઝડપાયો
પાન-મસાલા ખાનારાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના કઠવાડા GIDCમાંથી સામે આવ્યો છે. AMCના આરોગ્ય વિભાગે લાયસન્સ વગર ચાલતા 'વૃષ્ટિ ટ્રેડિંગ' પર દરોડા પાડી 450 કિલો શંકાસ્પદ ચૂનો ઝડપી પાડ્યો છે.
Advertisement
Ahmedabad Kathwada GIDC Lime: અમદાવાદમાં પાન-મસાલાના શોખીનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગે શહેરના કઠવાડા GIDC વિસ્તારમાં આવેલા 'વૃષ્ટિ ટ્રેડિંગ' (Vrushti Trading) નામના એક યુનિટ પર ઓચિંતા દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલો શંકાસ્પદ ચૂનાનો જથ્થો ઝડપી પાડ્યો છે.

