ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો હાસ્યસ્પદ દાવો! જનતામાં ફાટી નીકળ્યો આક્રોશ

ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી શહેરીજનોની વ્યથા અને પડતી મુશ્કેલીઓ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
11:16 PM Jul 28, 2025 IST | Vipul Sen
ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી શહેરીજનોની વ્યથા અને પડતી મુશ્કેલીઓ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
AMC_ Gujarat_first
  1. Ahmedabad માં પાણી ભરાવાની સમસ્યા પર દેવાંગ દાણીની શેખી
  2. Gujarat first પર AMC નાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનો હાસ્યસ્પદ દાવો!
  3. 48 વોર્ડમાંથી માત્ર 1-2 વોર્ડમાં પાણી ભરાતુ હશે : દેવાંગ દાણી
  4. વરસાદ ચાલુ હોય તો જ પાણી ભરાય છે : દેવાંગ દાણી
  5. ભાજપના કોર્પોરેટર સતત પ્રજા વચ્ચે રહ્યા છે : દેવાંગ દાણી

Ahmedabad : ગઈકાલે અમદાવાદમાં આવેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે AMC વિપક્ષ નેતાએ સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat first News) દ્વારા પણ ગ્રાઉન્ડ ઝીરો પર રિપોર્ટિંગ કરી શહેરીજનોની વ્યથા અને પડતી મુશ્કેલીઓ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે જનતાનાં સવાલો અને પીડા અંગે AMC સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણી (Devang Dani) પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેમણે હાસ્યાસ્પદ દાવો કર્યો.

આ પણ વાંચો - Ahmedabad : AMC ની કામગીરી સામે જનતામાં આક્રોશ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું વિચિત્ર નિવેદન!

Gujarat first પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો હાસ્યસ્પદ દાવો!

ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે AMC સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીને (Devang Dani on Gujarat First) શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે શેખી મારતા હાસ્યાસ્પદ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, 48 વોર્ડમાંથી માત્ર 1-2 વોર્ડમાં જ પાણી ભરાતું હશે. દેવાંગ દાણીએ કહ્યું કે, વરસાદ ચાલુ હોય તો જ પાણી ભરાય છે. ભાજપનાં કોર્પોરેટર સતત પ્રજા વચ્ચે રહ્યા છે. દેવાંગ દાણીએ કહ્યું કે, પાણી ભરાવાનાં દાવાઓ વાહિયાત છે અને એએમસીનાં અધિકારીઓ દ્વારા સતત કામગીરી કરાઈ રહી છે.

આ પણ વાંચો - Gandhinagar : ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર

સેંકડો દર્શકોએ ગુજરાત ફર્સ્ટ પર આપી તીખી પ્રતિક્રિયા

જો કે, દેવાંગ દાણીની પ્રતિક્રિયા પછી જનતામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. સેંકડો દર્શકોએ ગુજરાત ફર્સ્ટનાં માધ્યમથી પોતાનાં વિસ્તારની સાચી હકીકત વર્ણવી છે. ગુજરાત ફર્સ્ટનાં ખાસ કાર્યક્રમ 'મુદ્દાની વાત' (Mudda ni Vaat) માં કેટલાક દર્શકોએ એએમસીનાં અધિકારીઓ પર ભ્રષ્ટાચારનાં આરોપ પણ કર્યા. દર્શકોનું કહેવું છે કે પ્રિ-મોનસૂનનાં નામ માત્ર દેખાડો થાય છે અને જનતાનાં ટેક્સનાં રૂપિયાનું પાણી થાય છે. જ્યારે એક દર્શકે એમ કહ્યું કે, અધિકારીઓ માત્ર AC ની ઓફિસોમાં બેઠા હોય છે તેમના જ વિસ્તારમાં કેવી સ્થિતિ છે તેમને ખબર હોતી નથી. એક દર્શકે મ્યુનિ.ની આગામી ચૂંટણી ચોમાસામાં થવી જોઈએ ત્યારે સત્તાધીશોને ખબર પડશે તેમ કહ્યું હતું.

આ પણ વાંચો - Gandhinagar : મહિલા તબીબને 3 માસ Digital Arrest કરી, ઘર, ઘરેણા, FD વેચાવી 35 ખાતામાં રૂ. ટ્રાન્સફર કરાવ્યા!

Tags :
AhmedabadAI technologyAMCAMC Opposotiondevang daniDevang Dani on Gujarat FirstEastern Trunk LineGUJARAT FIRST NEWSMudda Ni Vaatrain in ahmedabadShehzad PathanTop Gujarati NewsWaterlogging Issue
Next Article