ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું, મહાકુંભમાં જવા ગુજરાતીઓને આહવાન

GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમિત શાહે સંબોધન કર્યું
12:46 PM Jan 23, 2025 IST | SANJAY
GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમિત શાહે સંબોધન કર્યું
Amit shah Ahmedabad @ Gujarat First

Amit Shah ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મુક્યો છે. જે બાદ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.અમદાવાદના કાર્યક્રમો વચ્ચે બપોરે શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે.

GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમિત શાહે સંબોધન કર્યું

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળામાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું છે કે આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 10 વર્ષથી શાસનમાં છે અને 10 વર્ષમાં કેટલાય વર્ષોથી પેન્ડિંગ પડેલા આપણી આઇડિયોલોજી, વિચારધારાના કારણે પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે. જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો દિલ્હીમાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું મનમાં હોય તો પણ મનમાં રાખતા હતા જીભ સુધી નહોતું આવતું, હવે ગર્વથી કહી શકીએ છે. ભારતના ધર્મસ્થાનો દુનિયાભરમાં 350 વર્ષ સુધી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાંથી લઈ ગયેલી આપણી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાનું ભાજપ સરકારે કર્યું છે.

હું 9 કુંભમાં જઈ આવ્યો છું અને હવે 27 જાન્યુઆરીએ 10માં કુંભમાં જઈશ

મહાકુંભ માટે કોઈ ફાઇવસ્ટાર હોટલમાં નથી રોકાતા ટેન્ટમાં ઠંડીમાં રહે છે, કુંભમાં નામ, ધર્મ, જાતિ નથી પૂછાતી. સ્નાનના દિવસે લોકો મોઢું જોયા વિના ગંગામાં ડૂબકી લગાવો. હું 9 કુંભમાં જઈ આવ્યો છું અને હવે 27 જાન્યુઆરીએ 10માં કુંભમાં જઈશ. સૌ ગુજરાતીઓને હું અપીલ કરું છું કે, કુંભમાં જવું જોઈએ ખાસ કરીને યુવાનો અને કિશોરોને કુંભમાં લઈ જવા જોઈએ. આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી મહાકુંભ થયો છે. અનેક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. ગ્રહોની સ્થિતિ આવવાની સાથે જ કરોડો લોકો આવે અને તેઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. સરકારની કામગીરી રામસેતુ ખિસકોલી જેટલી હોય છે. સૌ ગુજરાતીઓને કહું છું કે, મહાકુંભ ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જવું જોઈએ.

અમદાવાદ અને સુરત ખાતે અમિત શાહ વિવિધ વિકાસ કામોનું આજે લોકાર્પણ કરશે.

- હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ
સવારે 10:30 કલાકે ગુજરાત યુનિવર્સિટી મેદાન, હેલ્મેટ સર્કલ પાસે, મેમનગર, અમદાવાદ

- શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમના લોકાર્પણ
બપોરે 01:30 કલાકે મહાવીર હૉસ્પિટલ, સેન્ટ્રલ મોલની પાછળ, સુરત-ડુમસ રોડ, સુરત

- AMC અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી-કેબીન LC241 અંડરપાસનું લોકાર્પણ
બપોરે 03:45 કલાકે ડી-કેબીન બસ સ્ટેશન પાસે, સાબરમતી, અમદાવાદ

- AMC અને રેલવે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ચેનપુર LC2 અંડરપાસનું લોકાર્પણ
સાંજે 04:00 કલાકે ચેનપુર રેલ્વે ક્રોસિંગ પાસે, ન્યુ રાણીપ, અમદાવાદ

- જળસંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમૂહૂર્ત
સાંજે 4:15 કલાકે અદ્વૈત સોસાયટી, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ

- AMCના રાણીપ વોર્ડના પ્રબોધરાવળ બ્રીજથી કાળી ગરનાળા સુધી RCC બોક્ષ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત
સાંજે 4:25 કલાકે કીર્તન સોસાયટી પાસેનો ખુલ્લો પ્લોટ, રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ

- AMC ના વિકાસલક્ષી વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ
સાંજે 4:35 કલાકે રાણીપ સરદાર ચોક, રાણીપ ગામ, અમદાવાદ

- CIMS રેલવે ઓવરબ્રીજના અંડરસ્પેસમાં AMC દ્વારા નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ
સાંજે 5:45 કલાકે CIMS રેલ્વે ઓવરબ્રીજ, CIMS હોસ્પિટલ પાસે, હેબતપુર રોડ, થલતેજ, અમદાવાદ

 

Tags :
AhmedabadAmit ShahGujarat First GujaratGujarat NewsGujarati NewsGujarati Top NewsHindu spiritual fairMahakumbhSuratTop Gujarati NewsUnion Home Minister
Next Article