Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: ગોતા બ્રિજ પાસે AMTS બસે સર્જ્યો અકસ્માત, સ્કૂલ વાન સહિત 3 વાહનોને લીધા અડફેટે

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) માં ગોતા બ્રિજ પાસે આજે બપોરે AMTS ની એક બસે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. બસ ચાલકની બેદરકારીને કારણે બસે 3 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક સ્કૂલ વાન પણ સામેલ હતું.અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ 5 થી 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ahmedabad  ગોતા બ્રિજ પાસે amts બસે સર્જ્યો અકસ્માત  સ્કૂલ વાન સહિત 3 વાહનોને લીધા અડફેટે
Advertisement
  • અમદાવાદ (Ahmedabad) ના ગોતા બ્રિજ પાસે AMTS બસ એ સર્જ્યો અકસ્માત
  • AMTS દ્વારા સ્કૂલ વાન સહિત 3 જેટલા વાહનોને ટક્કર
  • સદનસીબે ઘટનામાં મોટી જાનહાનિ ટળી
  • અકસ્માતમાં 5-6 લોકો થયા ઈજાગ્રસ્ત
  • બસ ચાલકને લોકોએ પોલીસ હવાલે કર્યો

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત એવા ગોતા બ્રિજ (Gota Bridge) પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક AMTS બસ (AMTS bus) ના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર જઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક સ્કૂલ વાન પણ અડફેટે આવી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Ahmedabad-AMTS-accident- Gujarat first 2

Advertisement

અમદાવાદ (Ahmedabad) ના ગોતા બ્રિજ પાસે AMTS બસે સર્જ્યો અકસ્માત

અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ખાસ કરીને સ્કૂલ વાન સાથે બસ અથડાતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ અકસ્માતમાં અંદાજે 5 થી 6 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

Advertisement

બસ ચાલકને લોકોએ પોલીસ હવાલે કર્યો

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. બેફામ બસ ચલાવતા ડ્રાઈવર પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને બસ ચાલકને પકડી પાડ્યો હતો અને તેને પોલીસના હવાલે કર્યો હતો.

Ahmedabad-AMTS-accident- Gujarat first 2

ઘટનાની સીસીટીવી આવ્યા સામે

AMTS બસ અકસ્માતની ઘટનાની સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે,  પુરપાટ ઝડપે આવી રહેલી એક AMTS બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પર જઈ રહેલા ત્રણ જેટલા વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક સ્કૂલ વાન પણ અડફેટે આવી જાય છે.

પોલીસે હાથ ધરી તપાસ

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ અકસ્માતને કારણે ગોતા બ્રિજ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, જે હવે સામાન્ય થઈ ગયો છે.

 આ પણ વાંચો:  Rajkot: સોની પરિવારે સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ! કેમ ભર્યું આવું ભયાનક પગલું?

Tags :
Advertisement

.

×