મંત્રી Ramesh Katara ના નિવેદન બાદ રોષ, જાણો શિક્ષકોને શું પડ્યો વાંધો?
મંત્રી રમેશભાઈ કટારાના શિક્ષકો વિશેના નિવેદન સામે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે. મંડળે મંત્રીઓ અને ધારાસભ્યોને મળતી મોંઘી સવલતો સામે સવાલો ઉઠાવી આકરી પ્રતિક્રિયા આપી છે. શિક્ષકોનો તર્ક છે કે જનપ્રતિનિધિઓના પગાર વધારા સામે ક્યારેય વિરોધ કરાયો નથી, તો પછી શિક્ષકોના પગાર વિશે આવું નિવેદન કેમ? મંડળે આ નિવેદન પાછું ખેંચવાની માંગ કરી છે.
Advertisement
Ramesh Katara Statement Protest: કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારા દ્વારા ગોધરા ખાતે એક જાહેર કાર્યક્રમમાં શિક્ષકોના પગાર અને કામગીરીને લઈને કરવામાં આવેલી ટિપ્પણીથી રાજ્યના ત્રણ લાખ જેટલા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. મંત્રીએ નિવેદન કર્યું હતું કે, "શિક્ષકોના પગાર વધ્યા હોવા છતાં તેમની પગારની ભૂખ સંતોષાતી નથી." આ નિવેદનને શિક્ષક સંગઠનોએ સમગ્ર શિક્ષણ જગતનું અપમાન ગણાવ્યું છે.

