Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad: સાણંદ તાલુકામાં કલાણા ગામે બે જૂથ આમને સામને આવી જતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Ahmedabad: અમદાવાદના સાણંદ તાલુકામાં કલાણા ગામે જૂથ અથડામણ થઇ અગાઉ બનેલી ઘટનાને લઈને વિવાદ ફરી ઉગ્ર બનતા પથ્થરમારો સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે Ahmedabad: અમદાવાદના સાણંદ તાલુકામાં કલાણા ગામે જૂથ અથડામણ થઇ છે....
ahmedabad  સાણંદ તાલુકામાં કલાણા ગામે બે જૂથ આમને સામને આવી જતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
Advertisement
  • Ahmedabad: અમદાવાદના સાણંદ તાલુકામાં કલાણા ગામે જૂથ અથડામણ થઇ
  • અગાઉ બનેલી ઘટનાને લઈને વિવાદ ફરી ઉગ્ર બનતા પથ્થરમારો
  • સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે

Ahmedabad: અમદાવાદના સાણંદ તાલુકામાં કલાણા ગામે જૂથ અથડામણ થઇ છે. જેમાં બે સમાજના લોકો વચ્ચે પથ્થરમારો થયો છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે બે સમાજના લોકો વચ્ચે ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ બનેલી ઘટનાને લઈને વિવાદ ફરી ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા, જેમાં પથ્થરમારો થયો હોવાના અહેવાલો મળ્યા છે.

સાણંદમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની

સાણંદના કલાણા ગામે જૂથ અથડામણ થતાં પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં છે. અમદાવાદ સાણંદના GIDC પોલીસ સ્ટેશનના કલાણા ગામે ઘટના બની હતી. સામે જોવા બાબતે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. બંને પક્ષો દ્વારા એક બીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસના અધિકારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તથા સંડોવણી હશે તે લોકોની સર્ચ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement

Ahmedabad: સોશિયલ મીડિયામાં પોસ્ટની બાબતે એક વર્ષથી માથાકૂટ

સોશિયલ મીડિયામાં પોસ્ટની બાબતે એક વર્ષથી માથાકૂટની તકરાર ચાલતી હતી. ત્યારે સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સાણંદના કલાણા ગામમાં રહેતા બે જૂથના યુવાનો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં મૂકાતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો છે. સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ ‘સામે કેમ જુવે છે’ કહી માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને જૂથના લોકો એકઠા થઈ ગયા હતા અને મારામારી કરી હતી.

પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી

પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી હતી. આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે સ્થિતિ બગડી હતી અને પથ્થરમારો શરૂ થતા અલગ અલગ પોલીસની ટીમો કલાણા ગામ પહોંચી છે અને સ્થિતિને કાબૂમાં લીધી છે.

આ પણ વાંચો: Gujarat Congress માં એક સાંધોને તેર તૂટેની સ્થિતિ, કોંગ્રેસ ધારાસભ્ય આક્રમક થયા

Tags :
Advertisement

.

×