Ahmedabad: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ, AMTS બસમાં કરી તોડફોડ
- નશાની હાલતમાં બસમાં ચડી કરી હતી માથાકૂટ
- બસના ડ્રાઈવર અને કંડક્ટર સાથે કરી માથાકૂટ
- ડ્રાઈવરનો ક્લચ છૂટી જતા આગળની કાર સાથે બસ અથડાઈ
Ahmedabad: અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો ખુબ જ બેફામ બન્યા છે. આ લોકોમાં જાણો પોલીસ કે કાયદાનો કોઈ ડર છે જ નહીં. છાસવારે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવતી હોય છે. આજે પણ ફરી એકવાર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા વીડિયો સામે આવ્યાં છે. રામોલની હદમાં AMTS બસમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ, પોલીસ માટે કમાણીનું નવુ સાધન
AMTS બસમાં ચડ્યા હતા અને પછી માથાકૂટ કરી
નોંધનીય છે કે, આ લોકો નશાની હાલતમાં AMTS બસમાં ચડ્યા હતા અને પછી માથાકૂટ કરી હતી. એટલું જ નહીં પરંતુ બસના ડ્રાઈવર અને કંડક્ટર સાથે પણ બબાલ કરી હતી. જેથી ડ્રાઈવરનો ક્લચ છૂટી જતા આગળની કાર સાથે બસ અથડાઈ હતી. મળતી વિગતો પ્રમાણે AMTS બસ અથડાતા કારનો કાચ તૂટી ગયો હતો. આવા લોકો સામે પોલીસ સત્વરે કાર્યવાહી કરે તેવી માંગણી થઈ રહીં છે, દારૂના નશામાં આવેલા લોકોએ બસમાં ભારે માથાકૂટ કરી હતી.
આ પણ વાંચો: Banaskantha વિભાજનને લઈને સરકાર કરશે ફેર વિચારણા, કાંકરેજના બે ભાગ થવાની સંભાવના
ઘટનાની જાણ થતા રામોલ PIએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
આ અસામાજિક તત્વોએ માથાકૂટ તો કરી જ હતીં પરંતુ દારૂનો નશો કરેલા વ્યક્તિએ બસના કાચ પણ તોડ્યા હતાં. જો કે, વિગતો એવી સામે આવી છે કે, એક જ વ્યક્તિ હતો જે દારૂનો નશો કરીને આવ્યો હતો. ઘટનાની જાણ થતા રામોલ PIએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી દીધી છે. એક વ્યક્તિ દારૂ પીને આવ્યો હતો તે પણ એક સવાલ છે કે, શહેરમાં હજી પણ દારૂ મળી રહ્યો છે. અસામાજિક તત્વો આવી રીતે દારૂ પીને ધમાલ મચાવે છે તે અમદાવાદ પોલીસ માટે ખુલ્લો પડકાર છે. આ માલે પોલીસે સત્વરે કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકો રોષ સાથે જણાવી રહ્યાં છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો