Ahmedabad Demolition News: ડિમોલિશન દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, કેટલાક લોકોની અટકાયત
Ahmedabad Mega Demolition : અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ પાસે આજે સવારે AMC દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલાં જ સ્થળ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ડિમોલિશનના વિરોધમાં સ્થાનિક લોકો એકત્ર થઈ જતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.
Advertisement
Ahmedabad Demolition News: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમ નજીક શિવનગર ખાતે આજે AMC દ્વારા હાઇકોર્ટના આદેશનું પાલન કરતા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્દિરા આવાસ યોજના હેઠળ 40 વર્ષ પહેલા ફાળવવામાં આવેલા પ્લોટ પર અનેક સનદધારકોએ 50 વારની મર્યાદા ઓળંગીને 100 થી 150 વાર સુધીનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હોવાનું સામે આવતા આ કાર્યવાહી શરૂ કરાઈ છે.

