ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : રાણીપમાં ગેરકાયદેસરનું મકાન તોડવા ગયેલી AMC-પોલીસની ટીમ પર જીવલેણ હુમલો!

આ મામલે AMC નાં TDO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
09:12 PM Jan 18, 2025 IST | Vipul Sen
આ મામલે AMC નાં TDO ઇન્સ્પેક્ટરે રાણીપ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
Ranip_Gujarat_first
  1. Ahmedabad નાં રાણીપમાં AMC અને પોલીસની ટીમ પર જીવલેણ હુમલો
  2. દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર કેટલાક સ્થાનિક લોકોએ હુમલો કર્યો
  3. PSI નો કોલર પકડી મારી નાખવાની આપી ધમકી
  4. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં 5 લોકો સામે ફરિયાદ

અમદાવાદનાં (Ahmedabad) રાણીપ વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસની ટીમ દ્વારા ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન, એએમસી અને પોલીસની ટીમ પર કેટલાક સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવતા મામલો બિચક્યો હતો. PSI નો કોલર પકડીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad : દબાણ મુદ્દે MLA અમિત શાહ લાલઘૂમ! ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાનો કટાક્ષ!

ગેરકાયદે મકાન તોડવા પહોંચેલી ટીમ પર કેટલાક સ્થાનિકોએ હુમલો કર્યો

અમદાવાદમાં (Ahmedabad) ગેરકાયદેસરનાં બાંધકામ અને દબાણો સામે તંત્રે લાલ આંખ કરી છે. ત્યારે આ ઝુંબેશ હેઠળ આજે શહેરનાં રાણીપ (Ranip) વિસ્તારમાં રામજીભાઈ ખાડિયાની ચાલી કેશવનગરમાં AMC અને પોલીસની ટીમ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. જો કે, ગેરકાયદેસરનું મકાન તોડવા પહોંચેલી ટીમ પર કેટલાક સ્થાનિક લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થિતિ ગંભીર બની હતી.

આ પણ વાંચો - Gujarat Politics : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના નિવેદન પર ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા, કહ્યું- કોંગ્રેસનાં શાસનમાં..!

PSI નો કોલર પકડી મારી નાખવાની ધમકી આપી

માહિતી અનુસાર, PSI નો કોલર પકડીને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે AMC નાં TDO ઇન્સ્પેક્ટર કેતન પ્રજાપતિએ રાણીપ પોલીસ સ્ટેશનમાં (Ranip Police Station) 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. રાણીપ પોલીસે કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતીજી ઠાકોર, કમુબેન ઠાકોર અને વૈશાલી ઠાકોર સામે ફરિયાદ નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : પાંડેસરામાં 7 પરિવાર રહેતા હતા તે બિલ્ડિંગ અચાનક થઈ ધરાશાયી, દ્રશ્યો હચમચાવી દેશે!

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMCBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati Newsillegal constructionLatest News In GujaratiNews In GujaratiRamjibhai Khadia's ChaliRanipRanip Police Station
Next Article