Ahmedabad : BAOU મુકામે "વંદે માતરમ્" ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા સાર્ધ શતાબ્દીની ઉજવણી
- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે સાર્ધ શતાબ્દીની ઉજવણી
- "વંદે માતરમ્" ગીતનાં 150 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
- રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા
- BAOU ની વિદ્યાલક્ષી વિવિધ કામગીરી વિશે દસ્તાવેજી માહિતી આપવામાં આવી
Ahmedabad : દેશનાં ગૌરવ ગીત 'વંદે માતરમ્' નાં 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે રાજ્યનાં વિવિધ શહેરોમાં 'વંદે માતરમ્' સપ્તાહની યાત્રાની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનનાં સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કશ્યપ સભાગૃહ ખાતે "વંદેમાતરમ્' રચના વિશે શોધયાત્રાની અસરકારક રજૂઆત થઈ.
આ પણ વાંચો - Gandhinagar : સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સઘન સમીક્ષા કરી
વિદ્યાલક્ષી વિવિધ કામગીરી વિશે દસ્તાવેજી માહિતી અપાઈ
આ કાર્યક્રમમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં માનનીય કુલપતિ પ્રો. ડો. અમીબહેન ઉપાધ્યાયજી તેમ જ પુણેથી સંશોધક મિલિંદ સબનીસ રાષ્ટ્રધર્મ પ્રતિષ્ઠાનનાં પ્રમુખ હર્ષદ યાજ્ઞિક અને મહામંત્રી ઋત્વિબેન પટેલે તેમ જ ગુજરાત યુનિવર્સિટીનાં રાજ્યશાસ્ત્ર વિભાગનાં ડૉ. હિતેશભાઇ પટેલ તેમ જ પ્રા.ચિરાયુ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વિદ્યાલક્ષી વિવિધ કામગીરી વિશે દસ્તાવેજી માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો - NHAI: મુસાફરોની સલામતી, સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે તંત્ર પ્રતિબદ્ધ
'વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, તે રાષ્ટ્રને એક તારમાં પરોવનાર સંદેશ છે'
રાષ્ટ્રઋષિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ આ ગૌરવ ગીત 'વંદે માતરમ્' ની રચના વર્ષ 1875 માં કરી હતી. વંદે માતરમ્ માત્ર એક ગીત નથી, તે રાષ્ટ્રને એક તારમાં પરોવનાર સંદેશ છે. આ ગીતનાં ઈતિહાસ તેમ જ મહત્ત્વ વિશે સંશોધક મિલિંદ સબનીસની ટીમ દ્વારા ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન દ્વારા અભિવ્યક્તિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સમગ્ર વિદ્યાપરિવાર જોડાયો હતો.