Ahmedabad: રોજગારીની નવી રાહ, ભરવાડ યુવા સંગઠન દ્વારા 51 JCB મશીનોનું વિતરણ
- Ahmedabad માં ભરવાડ યુવા સંગઠન દ્વારા વિશેષ કાર્યક્રમ
- યુવા રોજગાર યોજના અંતર્ગત 51 JCB વિતરણ કરાયા
- સમાજના નવનિયુક્ત અધિકારીઓનું સન્માન પણ કરાયું
Ahmedabad: અમદાવાદ શહેરના ગોતા (Gota) વિસ્તારમાં આવેલ રાજપૂત ભવન (Rajput Bhavan) ખાતે ભરવાડ સમાજ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. અહીં ભરવાડ યુવા સંગઠન (Bharwad Yuva Sangathan) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક ઉત્થાન અને યુવા સશક્તિકરણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મુખ્યત્વે 'યુવા રોજગાર યોજના' (Yuva Rojgar Yojana) અંતર્ગત સમાજના બેરોજગાર યુવાનોને સ્વનિર્ભર બનાવવાના હેતુથી 51 જેસીબી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું છે.
Ahmedabad: યુવાનોને આત્મનિર્ભર બનાવવાની પહેલ
ભરવાડ સમાજ પરંપરાગત રીતે પશુપાલન સાથે જોડાયેલો રહ્યો છે, પરંતુ બદલાતા સમય સાથે યુવાનો અન્ય વ્યવસાયોમાં પણ આગળ વધે તેવા ઉમદા આશય સાથે કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે 51 જેટલા જરૂરિયાતમંદ યુવાનોને જેસીબી (JCB) ની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ પહેલથી 51 પરિવારોને કાયમી રોજગારીની તક સાંપડશે, જે સમાજના આર્થિક વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.સમાજના બેરોજગાર યુવાનો અને જેમનો સિબિલ સ્કોર સારો ન હોય તેવા યુવાનોને JCB વિતરણ ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર કરવામાં આવ્યું છે.
Ahmedabad: નવનિયુક્ત અધિકારીઓનું ગૌરવશાળી સન્માન
આ કાર્યક્રમમાં માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સફળ થયેલા રત્નોની પણ કદર કરવામાં આવી હતી. વિવિધ સરકારી સેવાઓમાં નવનિયુક્ત થયેલા સમાજના અધિકારીઓ (Officers) માટે સન્માન કરાયું હતુ. આ સન્માનની વિશેષતા એ હતી કે, અધિકારીઓની સાથે તેમના માતા-પિતા (Parents) નું પણ જાહેર મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના આગેવાનોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ
ગોતા (Gota) ખાતેના આ આયોજનમાં ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો (Leaders) મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ યુવાનોને વ્યસનમુક્ત રહી, શિક્ષણ મેળવી અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરવા હાકલ કરી હતી.
આ પણ વાંચોઃ Kheda જીલ્લામાં વધુ એક પ્રેમ લગ્નનો વિવાદ: પાટીદાર માતાનો વીડિયો વાયરલ થયા બાદ વરુણ પટેલનું ટ્વીટ


