Viral Video: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર જોખમી મુસાફરી, તુફાન અને ઈકો ગાડીનો વીડિયો વાયરલ
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર ધોલેરા નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો અને સામાન ભરેલા તુફાન તેમજ ઇકો વાહનોના વીડિયો વાયરલ થયા છે. ધંધુકા બાદ હવે આ હાઈવે પર પણ વાહનો જોખમી રીતે બેફામ દોડી રહ્યા છે. અગાઉ સર્જાયેલા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં ચિંતા છે, અને ઓવરલોડ વાહનો સામે કાયદાકીય કાર્યવાહી કરવા તંત્ર સામે સવાલો ઊભા થયા છે.
Advertisement
Viral Video: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ધોલેરા નજીકથી પસાર થતાં પેસેન્જર વાહનો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતાં જોવા મળી રહ્યા છે. તુફાન અને ઇકો જેવા વાહનોમાં તેમની નિયત ક્ષમતા કરતાં બે ગણાથી વધુ મુસાફરો અને સામાન ભરીને જોખમી રીતે હાઈવે પર હંકારવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

