ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

એરપોર્ટ રોડ તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળા ફાંસો આપીને કરાઈ હત્યા ચિંતન નામના યુવક સાથે નસરીન આવી હતી હોટલમાં એરપોર્ટ પોલીસે ચિંતનની શોધખોળ શરૂ કરી     Ahmedabad: અમદાવાદમાં વધુ એક વખત...
11:49 PM Mar 16, 2025 IST | Hiren Dave
એરપોર્ટ રોડ તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળા ફાંસો આપીને કરાઈ હત્યા ચિંતન નામના યુવક સાથે નસરીન આવી હતી હોટલમાં એરપોર્ટ પોલીસે ચિંતનની શોધખોળ શરૂ કરી     Ahmedabad: અમદાવાદમાં વધુ એક વખત...
YoungWomanMurder

 

 

Ahmedabad: અમદાવાદમાં વધુ એક વખત યુવતીની હત્યાની (WomanMurder)ઘટના સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી તંદુર નામની હોટલમાં યુવતીની (Hotel Murder)હત્યા કરવામાં આવી છે. તંદુર હોટલમાંથી યુવતીની લાશ મળી આવી છે. ગળે ટૂંપો દઈને યુવતીની હત્યા કર્યા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મૂળ યુપીની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી

હાલમાં યુવતી સાથે આવેલા યુવકની પોલીસે (AhmedabadPolice) તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ યુપીની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી અને અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી, તેનું નામ નસરીનબાનું અખ્તર હતું.

આ પણ  વાંચો -Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ

જો કે આ મામલે પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે અને હજુ સુધી હત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ હોટલ સ્ટાફ અને અન્ય શંકાસ્પદ લોકોની કડક પુછપરછ કરી રહી છે અને યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ કરી છે. ત્યારે ટુંક સમયમાં પોલીસ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી લેશે તેવી આશા છે. હાલમાં તો પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

Tags :
AhmedabadAhmedabadPoliceCrimeNewsGUJARAT FIRST NEWSHotelMurderYoungWomanMurder
Next Article