ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ગોમતીપુરમાં BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ, 6 લોકો ઘાયલ

અમદાવાદમાં BRTS બસે ગોમતીપુર (Gomtipur)ના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બેકાબુ બનેલ બસ ડીવાઈડર ઉપર ચડાવી દેતા કુલ 6 લોકો ઘાયલ થયા છે.
09:49 AM Jul 10, 2025 IST | Hardik Prajapati
અમદાવાદમાં BRTS બસે ગોમતીપુર (Gomtipur)ના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બેકાબુ બનેલ બસ ડીવાઈડર ઉપર ચડાવી દેતા કુલ 6 લોકો ઘાયલ થયા છે.
BRTS Gujarat First

Ahmedabad : અમદાવાદમાં BRTS બસે વધુ એકવાર અકસ્માત સર્જ્યો છે. શહેરના ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. બેકાબુ બનેલ બસ ડીવાઈડર ઉપર ચડી જતા કુલ 6 લોકો ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. ડ્રાયવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

6 લોકો ઘાયલ

અમદાવાદ BRTS બસની વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં BRTS ડ્રાયવરે કાબુ ગુમાવતા ડીવાઈડર ઉપર બસ ચડાવી દીધી છે. જેમાં રીક્ષા ચાલકને ટક્કર મારતા 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે. ગોમતીપુર ટ્રાફિક પોલીસ H ડીવીજનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. જેમાં ઘટના સ્થળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 10 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

BRTS ની બેદરકારી ચિંતાનો વિષય

અમદાવાદ જેવા ધબકતા શહેરમાં અવર-નવાર BRTS ની બેદરકારી ચિંતાનો વિષય છે. BRTS બસ માટે સ્પેશિયલ કોરિડોર સેટઅપ હોવા છતાં છાશવારે અકસ્માત સર્જાય છે. આ બેદરકારીને લીધે અનેકવાર અણમોલ માનવજીવન હોમાઈ જાય છે. હવે ગોમતીપુરના બળિયા કાકા વિસ્તારમાં ફરીથી ડ્રાયવરે કાબુ ગુમાવતા 6 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બાદ BRTS સર્વિસ પર સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ Vadodara Bridge Collapse: પાદરા પાસે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો વધ્યો, વહેલી સવારે વધુ એક મૃતદેહ કઢાયો

Tags :
6 InjuredAccident Case RegisteredAccident investigationAhmedabadBaliya KakaBRTS bus AccidentBRTS DriverBRTS NegligenceBus Over DividerGomtipurGomtipur Traffic Police H DivisionGujarat FirstGUJARAT FIRST NEWSHospital treatmentPublic transport safetyrickshaw-driverTraffic Police
Next Article