Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: BRTS બસનો ભયાનક અકસ્માત: સોલા બ્રિજના પિલરમાં ધડાકાભેર અથડાઈ

અમદાવાદના સોલા (Sola) વિસ્તારમાં BRTS બસનું સ્ટેરિંગ બ્લોક થઈ જવાથી તે ઓવરબ્રિજના નીચેના પિલરમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. થલતેજ ફાયર બ્રિગેડની (Thaltej Fire Brigade) ટીમે ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી તેને સારવાર માટે સોલા સિવિલ (Sola Civil) ખસેડ્યો છે.
ahmedabad  brts બસનો ભયાનક અકસ્માત  સોલા બ્રિજના પિલરમાં ધડાકાભેર અથડાઈ
Advertisement
  • Ahmedabad BRTS Bus Accident: BRTS બસનો ભયાનક અકસ્માત
  • સોલા ખાતે BRTS બસ બ્રિજના નીચેના પીલરમાં અથડાઈ
  • બસનું સ્ટેરિંગ બ્લોક થતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો

Ahmedabad BRTS Bus Accident:અમદાવાદ શહેરના આવેલા સોલા (Sola) ઓવરબ્રિજ પાસે આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે જતી BRTS બસ અચાનક રોડની વચ્ચે આવેલા ઓવરબ્રિજના નીચેના પિલરમાં ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પામેલા ડ્રાઈવરને હોસ્પિટલમાં ખસેડાયો છે.

Ahmedabad BRTS Bus Accident:સ્ટેરિંગ બ્લોક થતાં સર્જાયો અકસ્માત!

મળતી પ્રાથમિક જાણકારી અનુસાર બસ જ્યારે સોલા (Sola) વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસનું સ્ટેરિંગ બ્લોક (Steering Block) થઈ ગયું હતું. સ્ટેરિંગ જકડાઈ જવાને કારણે ડ્રાઈવર (Driver) બસ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. બસ સીધી જ બ્રિજના પિલર સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે બસનું આગળનું બોનેટ (Bonnet) અને આખું એન્જિન કેબિન સંપૂર્ણપણે કચડાઈ ગયું હતું, જ્યારે આગળનો કાચ (Windshield) ટુકડે-ટુકડા થઈ ગયો હતો.

Advertisement

Ahmedabad BRTS Bus Accident:ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ

અકસ્માત એટલો જોરદાર હતો કે ડ્રાઈવર તેની કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ થલતેજ ફાયર બ્રિગેડ (Thaltej Fire Brigade) ની ટીમ અત્યાધુનિક સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ કટર અને અન્ય સાધનોની મદદથી બસના પતરાં કાપીને ભારે જહેમત બાદ લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. આ દરમિયાન રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat Revenue Department: હવે દસ્તાવેજ દીઠ આટલો લાગશે ચાર્જ?

 ડ્રાઈવર સારવાર હેઠળ

ઘટનાની જાણ થતા જ 108 ઈમરજન્સી (108 Emergency Service) ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ડ્રાઈવરને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં ડ્રાઈવરની સારવાર ચાલી રહી છે. સદનસીબે અન્ય કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ બસને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: AMTS અને BRTS બસની અલગ-અલગ ટિકિટ લેવાની ઝંઝટ ખતમ!, જાણો

Tags :
Advertisement

.

×