Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ચાંદખેડા બાળકીઓના મોતનો FSL Report આવ્યો! શું મોત કુદરતી કે બીજું કંઈ?

Chandkheda Mystery Case: અમદાવાદના ચાંદખેડામાં 3 વર્ષની મિસ્ટી અને અઢી માસની રાહાના શંકાસ્પદ મોત કેસમાં પોલીસને મહત્વનો FSL રિપોર્ટ મળી ગયો છે. ACP ડીવી રાણાએ પુષ્ટિ કરી છે કે આ રિપોર્ટ તબીબી નિષ્ણાતોને વિશ્લેષણ માટે સોંપાયો છે. પોલીસ હવે PM અને બ્લડ રિપોર્ટ સાથે તેનું એનાલિસિસ કરીને મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરશે. ટૂંક સમયમાં આ મામલે પોલીસ મોટો ખુલાસો કરી શકે છે.
ચાંદખેડા બાળકીઓના મોતનો fsl report આવ્યો  શું મોત કુદરતી કે બીજું કંઈ
Advertisement

ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોતનો FSL Report
ઝોન-2 પોલીસે રિપોર્ટ મળ્યો હોવાની સત્તાવાર કરી પુષ્ટિ
FSL રિપોર્ટમાં મોતના કારણો અંગે થશે મોટો ખુલાસો
પોલીસ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી આપશે વિગતો
રિપોર્ટના આધારે તપાસની દિશા અને ગુનો નક્કી થશે

FSL Report: અમદાવાદ (Ahmedabad) શહેરના ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં થોડા સમય પહેલા બનેલી બે બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી. આ કરૂણ ઘટના બાદથી જ સ્થાનિકો અને મૃતકોના પરિવારજનો સત્ય બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. લાંબા સમયની પ્રતિક્ષા બાદ તપાસ અધિકારીઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તરફથી અંતિમ રિપોર્ટ પ્રાપ્ત થઈ ગયો છે.

Advertisement

શું મોત કુદરતી કે બીજું કંઈ? FSL રિપોર્ટમાં શું?

આ અંગે માહિતી આપતા એલ ડિવિઝન (L Division) ના એસીપી (ACP) ડીવી રાણા (DV Rana) એ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આ અત્યંત મહત્વનો રિપોર્ટ હવે આગળની કાર્યવાહી અને નિષ્ણાત તબીબોના અભિપ્રાય માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ના ડોક્ટરોની ટીમને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે FSL રિપોર્ટ, બ્લડ રિપોર્ટ (Blood report) અને અગાઉ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post-mortem report) નું સંયુક્ત રીતે એનાલિસિસ કરશે.

Advertisement

મોટા ખુલાસા થવાની સંભાવના

આ કેસમાં તપાસની દિશા અને ગુનાની કલમો હવે આ વિશ્લેષણ પર નિર્ભર રહેશે. અત્યાર સુધી પોલીસ દ્વારા બાળકીઓના માતા-પિતાના બ્લડ સેમ્પલ લેવા સહિતની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હવે ડોક્ટરો અને નિષ્ણાતો સાથે ચર્ચા કરીને બાળકીઓના મૃત્યુનું ચોક્કસ કારણ (Cause of death) સ્પષ્ટ કરવામાં આવશે. પોલીસ ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આ કેસમાં થયેલા મોટા ખુલાસાઓ અંગે વિગતવાર માહિતી આપશે તેવી શક્યતા છે. આ રિપોર્ટ બાદ તપાસ કઈ દિશામાં વળાંક લેશે, તે જોવું મહત્વનું રહેશે.

સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠશે

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિપોર્ટ તપાસ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. રિપોર્ટમાં જે તારણો સામે આવ્યા છે, તેના આધારે જ પોલીસ હવે તપાસની આગામી દિશા નક્કી કરશે અને કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવો કે આગળની કાર્યવાહી કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. પોલીસ ટૂંક સમયમાં જ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર મામલાની વિગતો જાહેર કરવા જઈ રહી છે. આ ઘટના પાછળનું સત્ય બહાર આવતા હવે આશા છે કે પીડિત પરિવારને ન્યાય મળશે અને સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠશે. સ્થાનિક પોલીસ સ્ટેશન (Police Station) દ્વારા આ બાબતે તમામ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Chandkheda Mystery Case: શું ઢોસા માત્ર બહાનું છે? પિતાની 2 કલાકની કડક પૂછપરછ,પિતાએ કહ્યું-"મેં હત્યા..."

Tags :
Advertisement

.

×