ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું 'સોનાની હાટડી' પુસ્તકનું કર્યુ વિમોચન

અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર.
11:47 AM Jun 08, 2025 IST | Hardik Prajapati
અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. વાંચો વિગતવાર.
CM Bhupendra Patel Gujarat First-

Ahmedabad : આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) દ્વારા પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથ 'સોનાની હાટડી'નું વિમોચન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં પાટડી દરબાર કરણી સિંહજી, મફતભાઈ પટેલ, ડી પી દેસાઈ, એન. કે. પટેલ, આર. પી. પટેલ, ડો. રાજેશ દેસાઈ અને પ્રહલાદ પટેલ સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે.

750 વર્ષની વંશાવલીનો સમાવેશ

વિશ્વ ઉમિયાધામ ખાતે પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાયું છે. આ પુસ્તકમાં આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાજના ઈતિહાસ અને વંશપરંપરાને દર્શાવતો આ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે.

આ પણ વાંચોઃ Banaskantha: પાલનપુરમાં પોલીસ કર્મીએ કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ પર પરિવારજનોએ કર્યા ગંભીર આક્ષેપ

પાટડી દરબારો સંગઠિત થાય તો સમાજને ચોક્કસ ફાયદો થશે - સીએમ

અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજવી દરબાર અને દેસાઈ ભાયાતોની વંશાવલી ગ્રંથનું વિમોચન કર્યુ છે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, સમગ્ર ગુજરાતને વિકસિત બનાવવા સૌએ સાથે મળીને કામ કરવું પડશે. સાથે રહીએ તો ફાયદો થાય. પાટડી દરબારો સંગઠિત થાય તો સમાજ જીવનને ચોક્કસ ફાયદો થશે. આપણને વિઝનરી નેતૃત્વ મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સહકાર ક્ષેત્રે જબરદસ્ત કામ કરવામાં આવી રહ્યું છે. આપણે વિરાસત અને વિકાસ બન્ને મજબૂત બનાવવા જોઈએ. પાણી જ આપણું જીવન છે. ગ્લોબલ વોર્મિંગ સહિતના મુદામાંથી બહાર આવવા ગ્રીન કવર બનાવવું જરૂરી છે. એક પેડ મા કે નામ અંતર્ગત આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ.

આ પણ વાંચોઃ  Visavadar by-Election : વિસાવદરની બેઠક જીતીને ભાજપના ખોળામાં મુકવાની છે - સી. આર. પાટીલ

Tags :
750 years lineageAhmedabad book launchBook ReleaseCM Bhupendra PatelDesai Bhayat genealogyDesai Bhayatoni VanshavaliGenealogy of Desai BhayatsGujarat Chief MinisterGujarat FirstGUJARAT FIRST NEWSGujarat historyGujarati royal heritageHistorical lineage bookPatdi Darbar Karni SinghjiPatdi Rajavi DarbarVishwa Umiyadham
Next Article