ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : હોળીના તહેવારને લઇને AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

Ahmedabad : હોળીનો તહેવાર નજીક છે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લવાયેલી જાગૃતિ લોકો સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેથી ગો સ્ટીકની અને છાણાંની માંગ પણ વધી છે.
12:29 PM Mar 11, 2025 IST | Hardik Shah
Ahmedabad : હોળીનો તહેવાર નજીક છે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લવાયેલી જાગૃતિ લોકો સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેથી ગો સ્ટીકની અને છાણાંની માંગ પણ વધી છે.
Ahmedabad city AMC takes important decision regarding Vedic Holi trend increases

Ahmedabad : હોળીનો તહેવાર નજીક છે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લવાયેલી જાગૃતિ લોકો સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેથી ગો સ્ટીકની અને છાણાંની માંગ પણ વધી છે. ત્યારે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા સંચાલિત ઢોરવાડામાં વૈદિક હોળીના ગો સ્ટીક તેમજ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રસ્તા ખોદીને હોળી પ્રગટાવવાથી રોડ રસ્તાને નુકસાન થતું હોય છે. હોળી બાદ કોર્પોરેશનને રોડ રીપેરની કામગીરી પણ કરવી પડે છે. તેથી આ અટકાવવા માટે AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની દરેક વોર્ડ અને ઝોનની ઓફિસમાં સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામા આવશે. જેથી સોસાયટીવાળા રોડ પર ખાડો ન ખોદે. સપાટ રોડ પર ઈંટ રેતીની મદદથી હોળીકા દહન કરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધ્યો

હોળીનો તહેવાર નજીક છે અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા લવાયેલી જાગૃતિ લોકો સુધી પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વૈદિક હોળીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેથી ગો સ્ટીકની અને છાણાંની માંગ પણ વધી છે. એક ગો સ્ટીક સામાન્ય રીતે 3 થી 4 કલાક માટે પ્રજ્વલિત રહે છે અને પર્યાવરણને પણ બચી રહે છે. ત્યારે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે હોળીની પૂજામાં લાકડા બાળીને હોળી પ્રગટાવવામાં આવે છે. જેનાથી હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાય છે, કારણ કે લાકડું બળતી વખતે હવામાં કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. તેના કારણે જ પર્યાવરણને બચાવવા વૈદિક હોળીની કીટ વિકસાવવામાં આવી છે. જે વાતાવરણ માટે અતિ લાભકારી છે અને તેમાં ઔષધિઓનો ઉપાયોગ કરાતો હોવાથી બિમારીઓથી પણ રક્ષણ મળે છે. જેથી AMC ઢોરવાડામાં તૈયાર વૈદિક હોળીની કીટ તૈયાર કરવામાં આવી રહી છે.

એક ગો સ્ટીક 4 કલાક સુધી રહે છે પ્રજ્વલિત

હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ઢોરવાડામાં વૈદિક હોળીના ગો સ્ટીક તેમજ છાણા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઢોરવાડામાં રહેલી ગાયોના ગોબરમાંથી સ્ટીક તેમજ સૂકા છાણાં તૈયાર કરવામાં આવે છે. પ્રતિદિન 15,000 નંગ છાણા અને 11000 નંગ ગો સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે. ગાયના ગોબરનો ઉપયોગ કરી મશીનમાં સ્ટીક તૈયાર કરવામાં આવે છે અને તૈયાર થયેલી સ્ટીકને ચાર દિવસ તડકામાં તપાવવામાં આવે છે. આ ગો સ્ટીક સામાન્ય અઢીથી ત્રણ ફૂટની લંબાઈ ધારાવે છે. આ સ્ટિક તૈયાર થયા બાદ 3થી 4 કલાક હોળી પ્રજ્વલિત રહે છે. કેટલાઇક જગ્યાએ તો આ ગો સ્ટીકમાં ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી અને નવ ઔષધિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી કેટલીય વાઈરલ બિમારીઓથી પણ રક્ષણ મળે છે.

સોસાયટીઓને ઈંટ-રેતી પૂરી પાડવામાં આવશે

હોળીના તહેવાર પર હોળીકા દહનનું પારંપારિક મહત્વ છે. આ દિવસે સાંજે ગલીના નાકે હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતું રસ્તા પર ખોડી ખોદીને હોળી પ્રકટાવવાથી રોડ રસ્તાને નુકસાન થતું હોય છે. હોળી બાદ કોર્પોરેશનને રોડ રિપેરની કામગીરી પણ કરવી પડે છે. તેથી આ અટકાવવ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC ની દરેક વોર્ડ અને ઝોનની ઓફિસમાં સોસાયટીઓને ઈંટ અને રેતી પૂરી પાડવામા આવશે. જેથી સોસાયટીવાળા રોડ પર ખાડો ન ખોદે. સપાટ રોડ પર ઈંટ રેતીની મદદથી હોળીકા દહન કરે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો :   રાજકોટ સિવિલમાં દર્દીઓ ભગવાન ભરોસે? હકાભા ગઢવીએ કહ્યું - મારી ઓળખાણ હોવા છતા..!

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAhmedabad NewsAMCBrick and Sand for HoliCow Dung FuelCow Dung SticksDhuletiEco-friendly HoliEnvironment-friendly RitualsGo Stick DemandGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHoliHoli FestivalHoli Festival 2025Holi Firewood AlternativeHoli Pollution ControlHoli Safety MeasuresHolika DahanSustainable Holi CelebrationsTraditional Holi PracticesVedik Holi
Next Article