Ahmedabad : ACP-PI કક્ષાના અધિકારીને શહેર પો. કમિશનર જી.એસ. મલિકની કડક સૂચના!
- અમદાવાદ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા (G.S. Malik)
- જી.એસ. મલિકની PI સહિતના અધિકારીઓને ખાસ સૂચના
- ACP કક્ષાના અધિકારીને બપોરે 12 થી 2 મુલાકાત આપવા આદેશ
- બપોરે 4 થી 6 વચ્ચે PI કક્ષાના અધિકારીને મુલાકાત માટે આદેશ
- મુલાકાતીઓની અરજી સ્વીકારી તત્કાલ કાર્યવાહી કરવા આદેશ
- પોલીસ સ્ટેશનમાં PI ને ફરજિયાત હાજર રહેવા આદેશ
Ahmedabad : શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) દ્વારા PI સહિતના અધિકારીઓને મહત્ત્વનાં આદેશ કરાયા છે. કમિશનર દ્વારા ACP કક્ષાના અધિકારીને બપોરે 12 થી 2 અને PI કક્ષાના અધિકારીને બપોરે 4 થી 6 વચ્ચે મુલાકાતીઓ સાથે મુલાકાત કરી તેમની અરજી સ્વીકારીને તત્કાલ કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. આ સાથે PI ને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા, પેટ્રોલિંગ, વાહન ચેકિંગની કામગીરી કરવાનાં આદેશ પણ કર્યા છે.
આ પણ વાંચો - Bhavnagar : મહુવામાં કળિયુગી માતાનું કૃત્ય જાણી તમે પણ ચોંકી જશો!
ACP અને PI કક્ષાના અધિકારીઓને કડક સૂચના
અમદાવાદ શહેરમાં કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા યોગ્ય રીતે પોતાની ફરજ નીભાવવામાં ન આવતી હોવાનું ધ્યાને આવતા શહેર પોલીસ કમિશનર (Ahmedabad City Police Commissioner) જી.એસ. મલિક એક્શન મોડમાં આવ્યા છે. તેમણે ACP અને PI કક્ષાના અધિકારીઓને કડક સૂચના આપી છે. માહિતી અનુસાર, પોલીસ કમિશનર જી.એસ. મલિકે ACP કક્ષાના અધિકારી બપોરે 12 થી 2 દરમિયાન મુલાકાતીઓ સાથે મુલાકાત આપવા અને PI કક્ષાના અધિકારીને બપોરે 4 થી 6 વચ્ચે મુલાકાત કરવા આદેશ કર્યો છે. સાથે જ મુલાકાતીઓની અરજી સ્વીકારીને તત્કાલ કાર્યવાહી કરવાનો પણ આદેશ કરાયો છે.
આ પણ વાંચો - Mineral Mafia : ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ, વાત્રક નદી પર બનાવી દીધો ગેરકાયદેસર બ્રિજ
PI ની કામગીરી ચકાસવા ઉચ્ચ અધિકારીઓને સરપ્રાઈઝ ચેકિંગનો આદેશ
આ સિવાય પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહેવા આદેશ કરાયો છે. ઉપરાંત, રોજ સાંજે 6 થી 9 પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી કરવાનો પણ આદેશ છે. હવે, રાત્રે 9 થી 12 વાગ્યા સુધી PI એ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. રાત્રે 12 વાગ્યા સુધી PI પોલીસ સ્ટેશન છોડી શકશે નહીં. જો PI નાઈટ રાઉન્ડ પર હશે તો સવારે 12.30 સુધીમાં પોલીસ મથક પહોંચવાનું રહેશે. સાથે જ PI કામ કરે છે કે નહીં તેની સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટે શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે (G.S. Malik) ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે.
આ પણ વાંચો - Surat : ઉમરપાડાની આદર્શ નિવાસી શાળામાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર