ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: હિમોફિલિયાના દર્દીઓ માટે રૂપિયા 08 કરોડના ખર્ચે જીવનરક્ષક ક્લોટીંગ ફેક્ટર ઇન્જેક્શન પુરા પાડવામાં આવ્યા

Ahmedabad: રાજ્ય સરકાર દ્વારા જીએમએસસી એલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે.
08:37 AM Feb 17, 2025 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: રાજ્ય સરકાર દ્વારા જીએમએસસી એલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે.
Ahmedabad
  1. આ બીમારીથી દર્દીને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ રક્તસ્રાવ થાય છે
  2. આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં નિ:શુલ્ક અપાય છે
  3. સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આપી આની વિગતો

Ahmedabad: હિમોફિલિયાએ લોહી ગંઠાવા માટે જરુરી ક્લોટીંગ ફેક્ટર-7, 8 અને 9 ની જન્મજાત ઉણપથી થતી દુલર્ભ બીમારી છે. આ ક્લોટીંગ ફેક્ટરની ઉણપ લોહીની ગંઠાઈ જવાની ક્ષમતાને અસર કરે છે. જેથી આ બીમારીથી પીડિત દર્દીને સામાન્ય ઇજા પછી પણ સ્વયંભૂ રક્તસ્રાવ થાય છે અને લાંબા સમય સુધી રક્તસ્રાવ ચાલુ રહે છે. હિમોફિલિયા બીમારી વિશેની વધુ વિગતો જણાવતા ડૉ.રાકેશ જોશી એ જણાવ્યુ હતું કે, હિમોફીલીયા ના દર્દીઓને રક્તસ્રાવના એપિસોડને રોકવા માટે આ ક્લોટીંગ ફેક્ટર-7, 8 અથવા 9 ના ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે. જો કે, આ સારવાર માટે જરુરી એવા ક્લોટીંગ ફેક્ટર-7, 8 અથવા 9 ઇન્જેક્શન મોંધા હોવાથી કોઇ ને પણ પરવડે તેમ હોતા નથી.

આ પણ વાંચો: Bhavnagar: લીમડા નજીક ખાનગી બસ પલ્ટી, 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત

2024 માં કુલ 153 દર્દીઓને હિમોફીલીયાની સારવાર અપાઈ હતી

રાજ્ય સરકાર દ્વારા જીએમએસસી એલ મારફતે ખરીદી કરી આ ઇન્જેક્શનો સરકારી સિવિલ હોસ્પિટલોમાં તમામ જરુરીયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2024 માં કુલ 153 દર્દીઓને હિમોફીલીયાની સારવાર અંતર્ગત રક્તસ્ત્રાવની રોકથામ એટલે કે પ્રિવેન્શન માટે તેમજ રક્ત સ્ત્રાવ શરુ થયો હોય તો તેને બંધ કરવા માટે વિવિધ ફેક્ટર (ફેક્ટર-7, 8 અથવા 9) ના ઇન્જેક્શન આપી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat : કોંગ્રેસ અને AAP નું ખાતું પણ નહીં ખુલે : MLA જયેશ રાદડિયા

સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આપી આની વિગતો

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ઉક્ત 153 માંથી 18 હિમોફીલીયાના દર્દી બીજી કોઇ બીમારીના કારણે ઓપરેશનની જરુર હોય તેવા હતા જેમનુ ઓપરેશન આ ફેક્ટરના ઇન્જેક્શન આપીયે તો જ શક્ય બને તેમ હતું. જો વિવિધ ફેકટર ઇન્જેક્શનની વાત કરી એ તો વર્ષ 2024 માં 01 કરોડ 46 લાખ 87 હજારના ફેક્ટર-8 , 96 લાખ 59 હજારના ફેક્ટર-09, 43 લાખ 68 હજારના ફેક્ટર-7 અને ફેક્ટર-9 ઇનહીબીટર, અંદાજીત 70 લાખના ફેક્ટર-7 તેમજ 4 કરોડ 50 લાખ કરતા વધારેના રક્ત સ્ત્રાવ રોકવા માટેના EMICIZUMAB ઇન્જેક્શનનો મળી કુલ 08 કરોડ 08 લાખ કરતા વધુની સારવાર રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AhmedabadAhmedabad Civil HospitalAhmedabad Civil Hospital Newscivil hospital Newsclotting factor injectionsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat NewsGujarati NewsGujarati Top Newshealth newsHemophilia patientsLatest Gujarati Newslife-saving clotting factor injectionsprovided life-saving clotting factor injections
Next Article