Mona Prajapati Dariapur Ward: અમદાવાદ (Ahmedabad) શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Local Body Elections) ગરમાવો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ (Ahmedabad City Congress) દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા દરિયાપુર (Dariapur) વોર્ડના બાકી રહેલા ઉમેદવારોને ટેલિફોનિક (Telephonic) જાણ કરીને મેદાનમાં ઉતરવાના સંકેત આપી દેવામાં આવ્યા છે.
દરિયાપુર વોર્ડના ચાર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
કોંગ્રેસ પક્ષે પ્રથમ યાદીમાં જ નીરવ બક્ષી (Nirav Bakshi) ના નામની જાહેરાત કરી દીધી હતી. જ્યારે બાકી રહેલી ત્રણ બેઠકો માટે લાંબા મંથન બાદ આખરે નામો નક્કી કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા ઇમ્તિયાઝ શેખ (Imtiyaz Sheikh), સમીરા યુસુફશેખ (Samira Yusufsheikh) અને મોના પ્રજાપતિ (Mona Prajapati) ને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી છે કે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર રહે. આમ, દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે.
ત્રણ ઉમેદવારો રિપીટ, મોના પ્રજાપતિની દરિયાપુરમાં એન્ટ્રી
આ વખતની પસંદગીમાં સૌથી મહત્વની બાબત એ છે કે દરિયાપુર વોર્ડમાં 4 માંથી 3 ઉમેદવારોને રિપીટ (Repeat) કરવામાં આવ્યા છે. ગત ટર્મમાં પક્ષ માટે કરેલી કામગીરીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જોકે, સૌથી મોટો ફેરફાર મોના પ્રજાપતિ (Mona Prajapati) ના કિસ્સામાં જોવા મળ્યો છે. મોના પ્રજાપતિ વર્ષોથી દરિયાપુર વિસ્તારમાં સક્રિય હતા, પરંતુ ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષે તેમને શાહપુર (Shahpur) વોર્ડમાંથી ટિકિટ આપી હતી. શાહપુરમાં ચૂંટણી હાર્યા બાદ, હવે પક્ષે તેમને ફરીથી તેમના જૂના અને મજબૂત ગઢ ગણાતા દરિયાપુર વોર્ડમાં ટિકિટ ફાળવી છે.
શાહપુરથી હાર બાદ દરિયાપુરમાં નસીબ અજમાવશે
મોના પ્રજાપતિ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. ગત વખતે શાહપુર ખાતે પરાજય મળ્યો હોવા છતાં, પક્ષે તેમના જૂના અનુભવ અને વિસ્તારમાં તેમની પકડને માન્યતા આપી છે. દરિયાપુર વોર્ડમાં લઘુમતી અને અન્ય સમાજનું ગઠબંધન જીત માટે નિર્ણાયક સાબિત થતું હોય છે, ત્યારે ઇમ્તિયાઝ શેખ અને સમીરા યુસુફશેખની સાથે મોના પ્રજાપતિની જોડી પક્ષને કેટલો ફાયદો કરાવે છે તે જોવું રહ્યું. હાલમાં તો ટેલિફોનિક જાણ થતા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉમેદવારોએ પ્રચારની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: Gujarat Local Body Election 2026: કોંગ્રેસના તમામ માંધાતાઓ મેદાનમાં, મેનિફેસ્ટો પર નજર,જનતા માટે શું હશે વચનો?