Ahmedabad : 'વોટર રેઝિસ્ટન્ટ'નો દાવો ચકાસવા ગ્રાહકે ફોન પાણીમાં નાંખ્યો, આજ સુધી પછતાવો રહ્યો
- અમદાવાદમાં સ્માર્ટ ફોન પાણીમાં નાંખીને બગાડનાર ગ્રાહકને આંચકો લાગ્યો
- અમદાવાદના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને ગ્રાહકની માંગ વિરૂદ્ધનો નિર્ણય આપ્યો
- ગ્રાહકે જાણી જોઇને આ કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું
Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં એક ગ્રાહકે ફોન ખરીદ્યા બાદ તે વોટર રેઝિસ્ટન્ટ છે (Water Resistant Smart Phone), કે કેમ તેની ખરાઇ કરવા માટે સ્માર્ટ ફોનને પાણીમાં નાંખ્યો હતો. કંપની દ્વારા પણ ફોન વોટર રેઝિસ્ટન્ટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેથી આ કરતી વેળાએ ગ્રાહક નિશ્ચિંત હતો. પરંતુ આ પ્રયોગ બાદ થોડીક જ ક્ષણોમાં આખું ચિત્ર બદલાઇ ગયું હતું. સ્માર્ટ ફોનને પાણીમાંથી બહાર કાઢતા જ તે કામ કરતો બંધ થઇ ગયો હતો. આ મામલો સર્વિસ સ્ટેશન પહોંચતા ગ્રાહકને મોટો ઝાટકો લાગ્યો હતો. અંતે આ મામલે તાજેતરમાં અમદાવાદના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને પોતાનો નિર્ણય આપ્યો છે.
ત્યાર બાદ મુશ્કેલીઓ ઉભી થઇ
અહેવાલ અનુસાર, અમદાવાદના રહીશ રજ્જાહુસેન અકનોજીયાએ ઓક્ટોબર - 2013 ના રોજ, આશરે 12 વર્ષ પહેલા દુકાનમાંથી સ્માર્ટ ફોન ખરીદ્યો હતો. આ સ્માર્ટ ફોન વોટર રેઝિસ્ટન્ટ (Water Resistant Smart Phone) હોવાનો દાવો કંપની તરફથી કરવામાં આવ્યો હતો. આ ફોનની ખરીદીના એક વર્ષ બાદ તેમણે વોટર રેઝિસ્ટન્ટના દાવાની જાત ખરાઇ કરવા માટે સ્માર્ટ ફોનને પાણીમાં નાંખ્યો હતો. ત્યાં સુધી તો બધુ બરાબર હતું, બાદમાં તેમની મુશ્કેલી શરૂ થઇ હતી.
મફત રીપેરીંગમાંથી હાથ ખેંચી લીધા
પાણીમાંથી ફોન બહાર કાઢતા (Water Resistant Smart Phone) તે બંધ થઇ ગયો હતો. અને વારંવારના પ્રયત્નો બાદ પણ તેને શરૂ કરી શકાયો ન્હતો. જેથી ગ્રાહકે તેના અધિકૃત સર્વિસ સેન્ટર પર વોરંટી હેઠળ ફોન મફત રીપેરીંગ માટેના પ્રયત્નો કર્યા હતા. કંપનીની તપાસમાં સામે આવ્યું કે, ગ્રાહકે એક ફૂટ ઉંડા પાણીમાં 10 મિનિટ સુધી આ ફોનને ડૂબાડીને રાખ્યો હતો. જેને લઇને સર્વિસ સેન્ટરે ફોનને મફત રીપેર કરવાની વાતથી હાથ ખંખેરી કાઢ્યા હતા. સાથે જ આ ફોનની વોરંટી પણ પૂર્ણ થઇ ગઇ હતી. જેથી ફોનને મફતમાં રીપેર કરવું શક્ય ન્હતું.
કંપનીની વોરંટી પૂરી થઇ ગઇ હતી
સર્વિસ સેન્ટરની વર્તણુંકથી નારાજ ગ્રાહકે અમદાવાદ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનમાં પોતાની ફરિયાદ કરી હતી. સાથે જ ફોનની ખરીદીના બીલો, રેકોર્ડ સહિતની વિગતો આપવામાં આવી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ તાજેતરમાં કમિશને ગ્રાહકની ફરિયાદ ફગાવી દીધી હતી. અને નિર્ણય આપતા જણાવ્યું કે, ફરિયાદની તપાસમાં એવું ધ્યાને નથી આવ્યું કે, ફોન આકસ્મિક રીતે પાણીમાં પડી ગયો અને બંધ થઈ ગયો હોય, પરંતુ ફરિયાદીએ જાતે જ તેને પાણીમાં ડૂબાડ્યો હતો. આથી વિરોધી પક્ષને આ કૃત્ય માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.” કમિશને વોરંટીની મુદત પૂરી થયાનું પણ નોંધ્યું છે. તેમણે જણાવ્યું કે, કંપનીની ખર્ચ સાથે રિપેર કરવાની ઓફર આપી છે, જોકે તેને સેવામાં ખામી ગણી શકાય નહીં.
આ પણ વાંચો ------ વિદ્યાર્થીઓના Handwriting સુધારવા મહેસાણાની શાળાનો પ્રેરણાદાયી પ્રયાસ!


