13

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં દારૂની ખેપ મારતા બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.પોલીસે દારૂ ભરેલી ગાડીનો પીછો કર્યો હતો. આરોપીઓ વધારે દૂર ભાગી જાય તે પહેલા તેમને પોલીસે પકડી લીધા હતા. બંને બુટલેગરોની પોલીસે ધરપકડ કરી અને 6 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બંને આરોપીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરેલી ગાડી લઈને અમદાવાદ આવી રહ્યા હતા. આરોપીઓ નિકોલ આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે નાકાબંધી ગોઠવી હતી, આરોપીઓએ નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 624 નંગ વિદેશી દારૂ સાથે ઈનોવા કાર જપ્ત કરી છે.