Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મહેસાણાથી અમદાવાદનું 'Drugs Connection': નશાના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચનો મોટો પ્રહાર!

Narcotics Operation: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ભાટ ગામ પાસે મહેસાણાથી ડ્રગ્સ લઈને આવતા એક પેડલરને ઝડપી પાડ્યો છે. આરોપીએ પકડાઈ જવાના ડરે પોલીસ ટીમ પર હુમલાનો પ્રયાસ કરી ઝપાઝપી કરી હતી, પરંતુ પોલીસે તેને ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. આરોપી પાસેથી 27 લાખની કિંમતનું 300 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જે શહેરના નશાના નેટવર્ક પર મોટો પ્રહાર માનવામાં આવે છે.
મહેસાણાથી અમદાવાદનું  drugs connection   નશાના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચનો મોટો પ્રહાર
Advertisement

મહેસાણાથી અમદાવાદનું Drugs Connection
અમદાવાદમાં નશાના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચનો મોટો પ્રહાર
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર હુમલાનો પ્રયાસ
MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સે પોલીસ સાથે કરી ઝપાઝપી
મહેસાણાથી ડ્રગ્સ લાવી રહેલા શખ્સને ભાટ ગામ પાસે આંતર્યો

Drugs Connection: અમદાવાદ શહેરની સુરક્ષામાં તૈનાત ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમ પર હુમલાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નશાના કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પોલીસે એક ડ્રગ પેડલરને ફિલ્મી ઢબે દબોચી લીધો છે. મળતી માહિતી મુજબ, આરોપી મહેસાણા (Mehsana) થી MD ડ્રગ્સનો મોટો જથ્થો લઈને અમદાવાદ તરફ આવી રહ્યો હતો.

Advertisement

ભાટ ગામ પાસે ફિલ્મી દ્રશ્યો

બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટ ગામ (Bhat Village) પાસે વોચ ગોઠવી હતી. જેવો શખ્સ ત્યાં પહોંચ્યો, પોલીસે તેને આંતર્યો હતો. પોતાની ધરપકડ નિશ્ચિત જોઈને આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી કરી ફરાર થવાની કોશિશ કરી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ સાવધાનીપૂર્વક આરોપીને કાબૂમાં લઈ લીધો હતો.

Advertisement

27 લાખનું ડ્રગ્સ જપ્ત

પોલીસે આરોપીની અંગઝડતી લેતા તેની પાસેથી ૩૦૦ ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ૨૭ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો મહેસાણાથી લાવવામાં આવ્યો હતો અને તેને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવાનો પ્લાન હતો.

નશાના નેટવર્ક પર મોટો પ્રહાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કાર્યવાહીને કારણે નશાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ ગેંગના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે. પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Gujarat ATS અને Indian Coast Guardનું ઓપરેશન,Porbandar ના દરિયામાંથી 200 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયુ

Tags :
Advertisement

.

×