Ahmedabad: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: PMJAYમાં પાત્રતા ના હોય તો પણ એવા લોકોના પણ કાર્ડ બનાવવામાં આવતા હતાં. આમાં પૈસા આપીને કાર્ડ બનાવવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
Advertisement
- ખ્યાતિકાંડની તપાસમાં સૌથી મોટી પોલંપોલ ખુલી
- સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ
- પાત્રતા ન હોવા છતાં PMJAYના કાર્ડ બનાવાતા હતા
Ahmedabad: ગુજરાતમાં એક એવું કૌભાંડ થયું તેની ચર્ચા અત્યારે દેશભરમાં થઈ રહીં છે. લોકોને કોઈ મોટી સમસ્યા ના હોય તો પણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટરો ઓપરેશન કરવાનું કહેતા કહેતા અને દર્દીના પરિવારને મનાવીને ઓપરેશન માટે રાજી પણ કરી દેતા હતાં. પછી આ મામલે પોલ ખુલી અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો કે અહીં તો PMJAY યોજના થકી સરકારના પૈસા પડાવવા માટે આવી ધાંધલીઓ ચાલતી હતીં.

