Ahmedabad : જુહાપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચના દરોડા ! લાખો રુપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
Ahmedabad : જુહાપુરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંન્ચે ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે જુહાપુરા વિસ્તારમાં આવેલા રોનક પાર્ક પાસે આરોપી મોઈનુદ્દીનના ઘરેથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર 9 લાખ 68 હજાર કિંમતનો 96.77 ગ્રામ મેફડ્રોન અને 6 કફ સીરપ બોટલ જપ્ત કરવામાં આવી છે.
Advertisement
- Ahmedabad : જુહાપુરા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ જપ્ત કર્યું
- રોનક પાર્ક પાસે આરોપી મોઈનુદ્દીનના ઘરેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
- 9 લાખ 68 હજાર કિંમતનો 96.77 ગ્રામ મેફેડ્રોન અને 6 કફ સીરપ બોટલ જપ્ત
- ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
Ahmedabad :ગુજરાતમાં નશાકારક પદાર્થના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ છે. છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. પોલીસ પણ આ નશાનો વેપલાને ડામવા માટે કડક કાર્યવાહી હાથ ધરે છે. પરંતુ બુટલેગરો નશાકારક પદાર્થની હેરાફેરી કરવાના નવા કીમિયા શોધી કાઢતા હોય છે. ત્યારે આવી જ ઘટના અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બની છે.

