Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : અમદાવાદની આ મહિલા ગુનેગારે લસ્સીમાં ઝેર ભેળવી કર્યુ આ કામ, વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવતી રીઢી ગુનેગાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે, આરોપી મહિલાએ લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની કરપીણ હત્યા કરી નાખી છે, જે વૃદ્ધો એકલવાયું જીવન જીવતા હોય તેવા વૃદ્ધોને આ મહિલા ટાર્ગેટ કરતી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા આરોપીની ધરપકડ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ahmedabad   અમદાવાદની આ મહિલા ગુનેગારે લસ્સીમાં ઝેર ભેળવી કર્યુ આ કામ  વાંચીને તમે પણ ચોંકી ઉઠશો
Advertisement
  • Ahmedabad માં નશીલો પદાર્થ પીવડાવી લૂંટ કરતી મહિલાની ધરપકડ
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લૂંટારુ મહિલાને દબોચી
  • એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને બનાવતી હતી નિશાન
  • દરિયાપુરમાં 81 વર્ષના વૃદ્ધની હત્યા કરનાર ઝડપાઈ
  • મહિલા રીઢી ગુનેગાર હોવાનું આવ્યું સામે

Ahmedabad : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે (crime branch) એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને (aged) પોતાની જાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી લૂંટ (loot) ચલાવતી એક અત્યંત ક્રૂર અને શાતિર મહિલાને ઝડપી પાડી છે. દરિયાપુર (dariyapur) વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, મહિલાએ પીવડાવેલી નશીલી લસ્સીની આડઅસરને કારણે 81 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજતા સમગ્ર મામલો હવે હત્યામાં પરિણમ્યો છે. તપાસ દરમિયાન આરોપી મહિલાની અત્યંત ભયાનક કાર્યપદ્ધતિ સામે આવી છે.

એકલા વૃદ્ધોને જમવાનું આપવાનું કહી ઘરમાં પ્રવેશતી

આરોપી લતાબેન ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડી ચૌહાણ (ઉંમર ૫૫ વર્ષ) એવા વૃદ્ધ દંપતીઓ કે વ્યક્તિઓની શોધ કરતી હતી જેઓ એકલા રહેતા હોય. તે વૃદ્ધોની ઉંમર અને એકલતાનો ગેરલાભ લઈ, તેમની જમવાની વ્યવસ્થા કરી આપવાના બહાને વિશ્વાસ સંપાદિત કરી ઘરમાં પ્રવેશ મેળવતી હતી. દરિયાપુરના દિલ્હી ચકલા પાસે સજ્જન જમાદારના મહોલ્લામાં, આ મહિલાએ અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ સિપાઇ (૮૧ વર્ષ) અને તેમના પત્નીને ઘેનની દવા ભેળવેલી લસ્સી પીવડાવી હતી. દંપતી બેભાન થતા જ તે રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગઈ હતી. કમનસીબે, દવાની ભારે માત્રાને કારણે અબ્દુલભાઇની તબિયત લથડી હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

Advertisement

ahmedabad gujarat first

Advertisement

મહિલાને શાહપુર તેના ઘરેથી ઝડપી પાડી

આ ગંભીર ગુનાના મૂળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આધુનિક અને પરંપરાગત તપાસ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો અને અગાઉ આ પ્રકારની એમઓ. (MO) ધરાવતા ગુનેગારોની યાદી ચકાસી, બાતમીદારોની મદદથી શાહપુર વિસ્તારમાં દરોડો પાડી મહિલાને તેના ઘરેથી પકડી પાડવામાં આવી હતી. પકડાયેલ આરોપી લતાબેન રીઢા ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, વર્તમાન ગુના માટે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તેણી વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સહિંતા) કલમ ૧૦૫, ૧૨૩, ૩૨૯(૨) અને ૩૦૩(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહિલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ

01- ખાડીયા-IPC કલમ 380,454
02-કાલુપુર- IPC કલમ ૩380,454,
03-શાહપુર-જુગારધારા કલમ 4,5
04-ઘાટલોડીયા-જુગારધારા કલમ 4,5
05-વેજલપુર-જુગારધારા કલમ 12
06-માધુપુરા-IPC કલમ 380,114
07-માધુપુરા-જુગારધારા કલમ 4,5
08-વાડજ-કલમ 331(3), 331(4)
09-માધુપુરા-BNS કલમ 303(2), 123, 54

દરિયાપુર પોલીસને પણ જાણ કરવામાં આવી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી લતાબેન ચૌહાણને પકડી કાયદેસરની કાર્યવાહી કરી દરિયાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ વિભાગ તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી કોઈપણ ખાદ્ય સામગ્રી સ્વીકારવી નહીં અને સતર્ક રહેવું.

આ પણ વાંચો : મહેસાણાથી અમદાવાદનું 'Drugs Connection': નશાના નેટવર્ક પર ક્રાઈમ બ્રાન્ચનો મોટો પ્રહાર!

Tags :
Advertisement

.

×