Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Customs ના સુપરહીરો ‘હુટી’નું નિધન: જેણે એકલા હાથે પકડાવ્યું કરોડોનું ડ્રગ્સ, ભાવુક અંતિમ વિદાય

Labrador Hooty Customs: ગુજરાત કસ્ટમ્સના ટોપ રેન્ક સ્નીફર ડોગ ‘હુટી’નું 27 મેના રોજ નિધન થયું છે. 2013થી 2022 દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ સેવા આપતા લેબ્રાડોર ‘હુટી’એ 500થી વધુ ડ્રગ્સ તસ્કરીના કેસ પકડાવ્યા હતા. માસિક રૂ. 15,000 પેન્શન મેળવતા આ જાંબાઝ શ્વાનને કસ્ટમ્સ વિભાગે સન્માનપૂર્વક સલામી આપી કસ્ટમ્સ પરિસરમાં સમાધિ આપી હતી.
gujarat customs ના સુપરહીરો ‘હુટી’નું નિધન  જેણે એકલા હાથે પકડાવ્યું કરોડોનું ડ્રગ્સ  ભાવુક અંતિમ વિદાય
Advertisement

Sniffer Dog Hooty Passes Away: ગુજરાત કસ્ટમ્સ વિભાગ (Gujarat Customs Department) ના સૌથી વફાદાર અને બહાદુર સ્નીફર ડોગ (Sniffer Dog) ‘હુટી’ (Hooty) નું બુધવારે રાત્રે 27 મે, 2026ના રોજ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર કસ્ટમ્સ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. દેશભરના કસ્ટમ ડોગ સ્ક્વોડ (Customs Dog Squad) માં ટોપ રેન્ક ધરાવતા આ શ્વાને તેની નવ વર્ષની લાંબી સેવા દરમિયાન કરોડો રૂપિયાના નશીલા પદાર્થો અને ડ્રગ્સની હેરાફેરી રોકવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા ‘હુટી’ની દેશભક્તિ અને વફાદારીને માન આપીને સંપૂર્ણ સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર અને સલામી આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. અમદાવાદ (Ahmedabad) સ્થિત કસ્ટમ પરિસરમાં જ તેની સમાધિ બનાવવામાં આવી છે.

તસ્કરીના 500 જેટલા જટિલ કેસો ઉકેલવામાં મહત્વની ભૂમિકા

લેબ્રાડોર (Labrador) પ્રજાતિના અત્યંત ચપળ એવા ‘હુટી’નો જન્મ અને પ્રારંભિક તાલીમ બેંગલુરુ (Bengaluru) ની પ્રતિષ્ઠિત કેનાઈન ક્લબ (Canine Club) માં થઈ હતી. ત્યાંથી વર્ષ 2013માં તેને ખાસ ઓપરેશન્સ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. વર્ષ 2013થી 2022 દરમિયાન અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) અને અન્ય વિસ્તારોમાં કસ્ટમ્સના મહત્વપૂર્ણ ઓપરેશન્સ પાર પાડવામાં ‘હુટી’એ કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. તેની અદભુત સુંઘવાની શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિના કારણે તેણે ડ્રગ્સ સ્મગલિંગ (Drug Smuggling) અને આંતરરાષ્ટ્રીય તસ્કરીના 500 જેટલા જટિલ કેસો ઉકેલવામાં વિભાગને મોટી સફળતા અપાવી હતી.

Advertisement

Advertisement

રૂ. 15 હજારનું માસિક પેન્શન મેળવતો હતો નિવૃત્ત જાંબાઝ સ્નીફર ડોગ

વર્ષ 2022માં આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની એક ખૂબ જ મોટી તસ્કરી ઝડપી પાડ્યા બાદ, ‘હુટી’ને તેની લાંબી અને પ્રશંસનીય સેવા બદલ સત્તાવાર રીતે સેવાનિવૃત (Retire) કરવામાં આવ્યો હતો. તેની અજોડ સેવાઓની કદરરૂપે કસ્ટમ્સ વિભાગ દ્વારા તેને નિવૃત્તિ પછી માસિક રૂપિયા 15,000નું પેન્શન (Pension) પણ આપવામાં આવતું હતું, જે સ્નીફર ડોગ્સના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ બાબત છે.

નાર્કોટિક ડિટેક્શન ડોગ ‘હુટી’ને કસ્ટમ્સ વિભાગે આપી ભાવભીની શ્રદ્ધાંજલિ

નિવૃત્તિ બાદ તે તેના ઓફિશિયલ હેન્ડલર પ્રમોદકુમાર (Pramod Kumar) અને તેમના પરિવાર સાથે રહેતો હતો. પ્રમોદકુમારના પરિવારે પણ ‘હુટી’ને પોતાના ઘરના સભ્યની જેમ જ સાચવ્યો હતો. સોશિયલ મીડિયા પર અમદાવાદ કસ્ટમ્સ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં લખવામાં આવ્યું હતું કે, "અત્યંત દુઃખ સાથે, અમદાવાદ કસ્ટમ્સ આપણા સમર્પિત નાર્કોટિક ડિટેક્શન ડોગ ‘હુટી’ને વિદાય આપી રહ્યું છે. તેની વફાદાર અને જાગ્રત સેવા હંમેશા ગૌરવ સાથે યાદ રાખવામાં આવશે." ‘હુટી’ ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે આપેલું તેનું યોગદાન કસ્ટમ્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

આ પણ વાંચો: Ahmedabad : એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, ખાસ જગ્યાએ સંતાડેલું 9.30 કિલો હેરોઇન ઝડપ્યું!

Tags :
Advertisement

.

×