Ahmedabad: ‘દક્ષિણી ચા રાજા’ના દર્શને પહોંચ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા
Ahmedabad ના મણિનગરમાં 69 વર્ષથી યોજાતા દક્ષિણી ચા રાજાના ગણેશોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ દર્શન કર્યા. આ પ્રસંગે ધારાસભ્ય અમૂલ ભટ્ટ, શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા. 10 દિવસ સુધી હજારો ભક્તો દર્શનનો લાભ લેશે. દર વર્ષે અલગ થીમ સાથે યોજાતા ઉત્સવમાં આ વર્ષે ‘રાજા’ થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે.
Advertisement
Ahmedabad Ganeshotsav: અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગણેશોત્સવની ભક્તિમય શરૂઆત થઈ છે. મણિનગર ખાતે સ્થાપિત દક્ષિણી ચા રાજાના દર્શન માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચ્યા હતા. તેમણે ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

