Ahmedabad News: દરિયાપુરમાં 'D કંપની' સ્ટાઇલ જુગારધામ કેસ, ઝડપાયેલા 187 આરોપીઓને 5 બસમાં ભરીને મેટ્રો કોર્ટમાં લઈ જવાયા
Ahmedabad News: અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલા મેગા દરોડા બાદ આ કેસમાં સૌથી મોટા અને ચોંકાવનારા અપડેટ સામે આવ્યા છે. પોલીસે આ હાઇપ્રોફાઇલ જુગારધામના મુખ્ય સંચાલક સહિત કુલ 187 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એકસાથે 5 લક્ઝરી બસોમાં ભરીને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કર્યા હતા.
Advertisement
Ahmedabad News: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા કુખ્યાત જુગારધામો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના સંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાં આવેલી 'મનપસંદ જીમખાના ક્લબ' પર SMCની ટીમે મેગા દરોડા પાડીને અંડરવર્લ્ડ જેવી 'D કંપની'ની સ્ટાઇલે ચાલતા કુખ્યાત હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ મામલે મુખ્ય સંચાલક સહિત કુલ 187 જુગારીઓની ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 લક્ઝરી બસોમાં ભરીને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

