Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dholka Bagodara Highway પર ગમખ્વાર અકસ્માત, 3 જિંદગીઓ હોમાઈ, મચી ચીસાચીસ

Car Accident Near Valthera Village: અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર વાલથેરા ગામ પાસે કાર પલટી ખાઈ વીજપોલ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 3 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધોળકા અને કોઠ પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
dholka bagodara highway પર ગમખ્વાર અકસ્માત  3 જિંદગીઓ હોમાઈ  મચી ચીસાચીસ
Advertisement
  • અમદાવાદના Dholka Bagodara Highway ઉપર અકસ્માત
  • 3 વ્યક્તિના નિપજયાં મોત, પાંચ થી છ વ્યક્તિને ઈજા
  • કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી
  • કાર પલટી માર્યા બાદ વીજપોલ સાથે અથડાઈ
  • ઘટનાની જાણ થતાં ધોળકા કોઠ પોલીસ ઘટનાસ્થળે
  • વાલથેરા ગામ નજીક બની અકસ્માતની ઘટના

Road Accident on Dholka Bagodara Highway: અમદાવાદ (Ahmedabad) જિલ્લાના ધોળકા-બગોદરા (Dholka-Bagodara) હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ધોળકાથી બગોદરા તરફ જઈ રહેલી એક ખાનગી કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ પરથી ફંગોળાઈ હતી. આ ઘટના વાલથેરા ગામ (Valthera Village) ની સીમમાં બની હતી, જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર પલટી મારી ગઈ હતી. રસ્તાની સાઈડમાં કાર પલટી ગયા બાદ તે નજીકમાં આવેલા એક વીજપોલ (Electric Pole) સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત

આ દુર્ઘટનામાં કારમાં સવાર મુસાફરો પૈકી ત્રણ વ્યક્તિઓના ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, ટક્કર એટલી જોરદાર હતી કે મૃતકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઘટનામાં અન્ય પાંચથી છ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Advertisement

પોલીસ કાફલો ઘટનાસ્થળે

અકસ્માતની જાણ થતા જ ધોળકા (Dholka) અને કોઠ (Koth) પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ (Police) દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી, જોકે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું અકસ્માત પાછળ અન્ય કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હતી કે કેમ.

હાઈવે પર સુરક્ષા અંગે સવાલો

આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. વાલથેરા (Valthera) નજીક બનેલી આ ઘટનાથી સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવતા શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad Accident: કલગી ચાર રસ્તા પાસે નશામાં ધૂત નબીરાઓએ સર્જ્યો અકસ્માત

Tags :
Advertisement

.

×