ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: ડુંગળી-લસણ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે વિવાદ, જાણો પછી ગુજરાત હાઈકોર્ટે શું ચૂકાદો આપ્યો!

Ahmedabad: ડુંગળી-લસણ ન ખાવાના મહિલાના આગ્રહને ગુજરાત હાઈકોર્ટે 'ક્રૂરતા' ગણીને અમદાવાદના એક દંપતીના 2002માં થયેલા લગ્નના છૂટાછેડા મંજૂર કર્યા છે. 2013થી અલગ રહેતા આ દંપતીના કેસમાં કોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને આહાર પ્રત્યેના કડક આગ્રહને માનસિક ત્રાસનું કારણ ગણ્યું.
04:42 PM Dec 09, 2025 IST | Mahesh OD
Ahmedabad: ડુંગળી-લસણ ન ખાવાના મહિલાના આગ્રહને ગુજરાત હાઈકોર્ટે 'ક્રૂરતા' ગણીને અમદાવાદના એક દંપતીના 2002માં થયેલા લગ્નના છૂટાછેડા મંજૂર કર્યા છે. 2013થી અલગ રહેતા આ દંપતીના કેસમાં કોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને આહાર પ્રત્યેના કડક આગ્રહને માનસિક ત્રાસનું કારણ ગણ્યું.
ahmedabad_gujarat_highcourt_gujarat_first
  • Ahmedabad:  ડુંગળી-લસણ ખાવા મામલે છૂટાછેડા પર હાઇકોર્ટનો ચુકાદો
  • વર્ષ 2002માં થયેલા લગ્ન અંગેના છૂટાછેડા હાઇકોર્ટે કર્યા મંજૂર
  • અમદાવાદના દંપત્તિના લગ્નના 11 વર્ષ બાદ ચાલતી હતી માથાકૂટ
  • દંપત્તિ 2013 સુધી સાથે રહ્યા હતા જેમણે એક બાળક પણ છે
  • મહિલા ડુંગળી-લસણ ખાતી નહોતી અને પરિવાર પણ ન ખાય તેવો આગ્રહ રાખતી
  • ફેમિલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી છૂટાછેડા કર્યા મંજૂર

Ahmedabad:ગુજરાત હાઈકાર્ટે દંપતિના આહારને લઈ ચૂકાદો આપ્યો છે.  ગુજરાત હાઈકોર્ટે (High Court) ફેમિલી કોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને ડુંગળી-લસણ (Onion-garlic) ન ખાવાના મહિલાના આગ્રહને 'ક્રૂરતા'ના આધારે છૂટાછેડા (Divorce) મંજૂર કર્યા છે. 2002માં લગ્નગ્રંથિથી જોડાયેલા અમદાવાદના એક દંપતીના 11 વર્ષના સહજીવનનો અંત લાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આહારની આદતો બની સંબંધમાં તિરાડનું કારણ

આ દંપતીના લગ્ન વર્ષ 2002માં થયા હતા. લગ્ન પછીના શરૂઆતના વર્ષોમાં તેમનું જીવન સામાન્ય રહ્યું, અને તેમને એક સંતાન પણ છે. જોકે, વર્ષ 2013 પછી તેમના સંબંધોમાં તણાવ શરૂ થયો, જેનો મુખ્ય મુદ્દો પત્નીનો આહાર પ્રત્યેનો આગ્રહ હતો. પત્ની કડક શાકાહારી હતી અને ધાર્મિક માન્યતાઓના આધારે તે ડુંગળી અને લસણનું સેવન કરતી નહોતી. સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે મહિલાએ માત્ર પોતે જ નહીં, પરંતુ પતિ અને સમગ્ર પરિવાર પણ ડુંગળી-લસણ ન ખાય તેવો અત્યંત આગ્રહ રાખવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઃ Bharuch: અંકલેશ્વરમાં સારંગ ટીમનો શાનદાર એર શો, IAFએ બતાવી ધ્રુવ હેલિકોપ્ટરની તાકાત

જેથી પતિએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે પત્નીનો આ આગ્રહ 'ક્રૂરતા' સમાન છે. પતિએ રજૂઆત કરી હતી કે ધાર્મિક માન્યતાઓનું પાલન કરવું વ્યક્તિગત હોઈ શકે છે, પરંતુ અન્ય વ્યક્તિ પર તેની આહારની આદતો થોપવી એ માનસિક ત્રાસ છે.

ફેમિલી કોર્ટ અને હાઈકોર્ટનો નિર્ણય

ફેમિલી કોર્ટે પતિની અરજીને માન્ય રાખી હતી અને આ વિવાહને ભંગ કરવા માટેના છૂટાછેડા મંજૂર કર્યા હતા. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે લગ્નના મૂળભૂત હેતુઓ પૈકી એક સંતુલિત અને તણાવમુક્ત સહજીવન છે. પત્નીનો પરિવાર પર ડુંગળી-લસણ ન ખાવા માટેનો સતત દબાણ અને આગ્રહ આ સહજીવનને અસર કરી રહ્યો હતો, જેને ક્રૂરતાનું સ્વરૂપ ગણી શકાય. ફેમિલી કોર્ટના આ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાત હાઈકોર્ટે હવે આ નિર્ણયને ગ્રાહ્ય રાખ્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે ધાર્મિક આહાર પદ્ધતિનું પાલન કરવું એ વ્યક્તિગત અધિકાર છે, પરંતુ જો તે અન્ય જીવનસાથી પર બિનજરૂરી દબાણ અને માનસિક ત્રાસનું કારણ બને તો તેને 'ક્રૂરતા'ના આધારે છૂટાછેડા માટેનું માન્ય કારણ ગણી શકાય છે.  આ દંપતી ભલે 2013થી અલગ રહેતા હતા, પરંતુ આ કાયદાકીય પ્રક્રિયા હવે 2002માં થયેલા તેમના લગ્નનો  અંત લાવી દીધો છે.

આ પણ વાંચો: Ahmedabad: સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ, તપાસનો ધમધમાટ

Tags :
21 Year MarriageAhmedabad CouplecrueltyDietary RestrictionDivorcefamily courtFood HabitsForced LifestyleGujarat High CourtGujaratFirstJain FoodMarriage Breakdownmental harassmentOnion GarlicPersonal ChoiceReligious BeliefsVegetarianViral Divorce Case
Next Article