Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad Durga School Incident : શું બોટલમાં ઝેર હતું? સત્ય આવ્યું સામે, બેદરકાર શાળાને DEO એ ફટકાર્યો દંડ

અમદાવાદની એક જાણીતી શાળામાં રિસેસ દરમિયાન જે બન્યું તે સાંભળીને કોઈપણ વાલીના હોશ ઉડી જશે. એક બાળકની સામાન્ય ગણાતી મજાકે સમગ્ર શિક્ષણ વિભાગને દોડતું કરી દીધું છે. ઝેરની અફવાઓ વચ્ચે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ કરી ત્યારે શાળાની જે બેદરકારી સામે આવી, તેના કારણે મોટો દંડ ફટકારવો પડ્યો છે. શું હતું તે બોટલમાં અને કેમ સ્કૂલે આ વાત છુપાવી?
ahmedabad durga school incident   શું બોટલમાં ઝેર હતું  સત્ય આવ્યું સામે  બેદરકાર શાળાને deo એ ફટકાર્યો દંડ
Advertisement
  • અમદાવાદની સ્કૂલમાં ડામર કાંડ: બેદરકાર શાળાને ફટકારાયો દંડ
  • મણિનગરની દુર્ગા સ્કૂલમાં રિસેસ દરમિયાન સર્જાઈ ચોંકાવનારી ઘટના
  • વિદ્યાર્થીએ મિત્રની પાણીની બોટલમાં ડામરની ગોળી નાખતા ખળભળાટ
  • સમયસર ગંધ આવતા મોટી હોનારત ટળી, તબીબી તપાસમાં બાળક સુરક્ષિત
  • શિક્ષણ વિભાગને જાણ ન કરવા બદલ DEO એ શાળાને ₹10,000 દંડ્યો

Ahmedabad Durga School Incident  : અમદાવાદ (Ahmedabad) ના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દુર્ગા સ્કૂલ (Durga School) માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 28 જાન્યુઆરી, 2026 ના રોજ શાળામાં રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીએ પોતાના જ મિત્રની પાણીની બોટલમાં ડામર (બિટુમેન) (Bitumen) ની ગોળી નાખી દીધી હતી. જોકે, પીડિત વિદ્યાર્થીને બોટલમાંથી અજીબ ગંધ આવતા તેણે પાણી પીધું નહોતું, જેના કારણે મોટી હોનારત ટળી હતી. શાળાએ તાત્કાલિક બાળકને પીડિયાટ્રિશિયન (Pediatrician) પાસે તપાસ માટે મોકલ્યો હતો, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયો છે.

Advertisement

Ahmedabad Durga School Incident  :  DEO ની કાર્યવાહી અને શાળાને દંડ

આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer - DEO) કચેરીએ કડક વલણ અપનાવ્યું છે. શાળામાં આવી ગંભીર ઘટના બની હોવા છતાં તંત્રને જાણ ન કરવા બદલ દુર્ગા સ્કૂલ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. DEO એ પ્રાથમિક તપાસ બાદ શાળાને 10,000 રૂપિયાનો દંડ (School Fine) ફટકાર્યો છે અને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે. અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં વધુ બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

ઝેરની અફવાઓ પર પૂર્ણવિરામ

સોશિયલ મીડિયા પર આ ઘટનાને 'બોટલમાં ઝેર' (Poison in Bottle) તરીકે ફેલાવવામાં આવી રહી હતી, જેનો DEO એ સખત શબ્દોમાં ઈન્કાર કર્યો છે. તેમણે જણાવ્યું કે આ બાળકો વચ્ચેની એક ખોટી મજાક હતી, ઝેર નાખવાની વાત તદ્દન પાયાવિહોણી છે. જોકે, શાળાએ આ બાબત છુપાવવાનો પ્રયાસ કર્યો તે ગંભીર બેદરકારી છે. આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સુરક્ષા (School Security) અને માનસિકતા અંગે વાલીઓમાં ચિંતા જન્માવી છે.

શિક્ષણમંત્રીએ આપ્યા તપાસના આદેશ

અમદાવાદની મણિનગરની શાળામાં પાણીની બોટલમાં ગોળી નાખવાના મામલે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે, બાળકની મેડિકલ તપાસ બાદ તે સ્વસ્થ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : Ahmedabad: મેયર સમયસર પણ કોર્પોરેટરો ગેરહાજર! ગાર્ડન ઉદ્ઘાટન કાર્યક્રમમાં માત્ર બે કોર્પોરેટરો જ હાજર

Tags :
Advertisement

.

×