Ahmedabad Earthquake : આજે વહેલી સવારે નાના એવા ભૂકંપના આંચકાથી અમદાવાદ શહેરની ધરા ધ્રૂજી ઉઠી હતી છે. વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ અમદાવાદમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવતા અમદાવાદીઓમાં ફફળાટ ફેલાયો છે.
Ahmedabad નજીક વહેલી સવારે ભૂકંપનો આંચકો
આજે વહેલી સવારે અમદાવાદ પંથકમાં ધરતી ધ્રૂજવાનો હળવો અહેસાસ થતાં લોકોમાં થોડીવાર માટે ચિંતા ફેલાઈ ગઈ હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે 4:39 વાગ્યે રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો આ ભૂકંપ નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ અમદાવાદથી આશરે 29 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં અને જમીનથી અંદાજે 20 કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું.
મોટુ નુકસાન કે જાનહાનિ નહીં
ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હોવાને કારણે સદનસીબે ક્યાંય પણ મોટા નુકસાન કે જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. વહેલી સવારના સમયે કેટલાક વિસ્તારોમાં જાગી ગયેલા નાગરિકોને હળવો ધ્રુજારો અનુભવાયો હતો. ગુજરાત રાજ્ય ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રમાં આવતું હોવાથી પૃથ્વીના પેટાળની સામાન્ય હલચલને કારણે આવા નાના આંચકા સમયાંતરે નોંધાતા રહે છે.
આ પણ વાંચો: Surat માં ખાડીપૂર બાદ તંત્રનો મોટો નિર્ણય, વોટર લોગિંગની સમસ્યા હલ કરવા બોરવેલ અને રેઇન ગેજની સંખ્યા વધારાશે