Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ebola Virus Update: ગુજરાતમાં શંકાસ્પદ ઈબોલા કેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ!

Ahmedabad Ebola Alert: ગુજરાતમાં શંકાસ્પદ ઈબોલા કેસનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત થઈ છે, જે અંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટ્વિટ કરીને અફવાઓથી બચવા જણાવ્યું છે. સાવચેતી રૂપે અમદાવાદ મનપા દ્વારા SVP હોસ્પિટલમાં 60 બેડનો ક્વોરન્ટાઈન વોર્ડ તૈયાર કરાયો છે અને યુગાન્ડા, કોંગો, સુદાનથી થલતેજ-જોધપુર આવેલા પ્રવાસીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે.
ebola virus update  ગુજરાતમાં શંકાસ્પદ ઈબોલા કેસનો રિપોર્ટ આવ્યો નેગેટિવ  તંત્રએ લીધો રાહતનો શ્વાસ
Advertisement

Ebola Case Negative Gujarat: આરોગ્ય અને તબીબી ક્ષેત્રે રાહત આપતા ખૂબ જ મહત્વના સમાચાર અમદાવાદ (Ahmedabad) અને સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્ય માટે સામે આવ્યા છે. શંકાસ્પદ ઈબોલા વાયરસ (Ebola Virus) નો જે કેસ સામે આવ્યો હતો, તેનો મેડિકલ રિપોર્ટ આખરે નેગેટિવ આવ્યો છે, જેથી તંત્ર અને નાગરિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

આરોગ્ય મંત્રીની ટ્વિટ: અફવાઓથી દૂર રહેવા અપીલ

આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા (Prafulbhai Pansheriya) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટ) પર માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે શંકાસ્પદ દર્દીનો ઈબોલા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. નાગરિકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા ખાસ અપીલ કરી છે.

Advertisement

ઈબોલા વાયરસને લઈ અમદાવાદ મનપા એક્શનમાં

રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં, ભવિષ્યની સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરની પ્રખ્યાત એસવીપી હોસ્પિટલ (SVP Hospital) ખાતે ઈબોલા વાયરસના સંભવિત ખતરાને પહોંચી વળવા માટે એક અદ્યતન ક્વોરન્ટાઈન વોર્ડ (Quarantine Ward) ઊભો કરી દેવામાં આવ્યો છે. તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા નીચે મુજબના આગોતરા પગલાં લેવાયા છે એસવીપી હોસ્પિટલમાં 60 બેડનો એક અત્યાધુનિક સ્પેશિયલ વોર્ડ તૈયાર રખાયો છે. જો કોઈ ભવિષ્યમાં પોઝિટિવ કેસ દેખાય, તો દર્દીના સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોને તાત્કાલિક ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Advertisement

વિદેશથી આવેલા મુસાફરો હોમ આઈસોલેશન હેઠળ

આફ્રિકન દેશોમાં ઈબોલાના પ્રકોપને જોતાં, તાજેતરમાં જ ત્યાંથી પ્રવાસ કરીને અમદાવાદ આવેલા નાગરિકો પર આરોગ્ય વિભાગ કડક નજર રાખી રહ્યું છે. યુગાન્ડા (Uganda) થી આવેલા કુલ 11 લોકોને અત્યારે સાવચેતીના ભાગરૂપે હોમ આઈસોલેશન (Home Isolation) માં રાખવામાં આવ્યા છે. આ 11 મુસાફરો પૈકી 9 લોકો મૂળ ભારતીય (Indian) છે, જ્યારે 2 નાગરિકો યુગાન્ડાના રહેવાસી છે.

આ ઉપરાંત સાઉથ સુદાન (South Sudan), કોંગો (Congo), અને યુગાન્ડા (Uganda) થી આવેલા તમામ પ્રવાસીઓને ફરજિયાત હોમ આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના સ્થાનિક વિસ્તારોની વાત કરીએ તો, પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજ (Thaltej) વિસ્તારના 10 લોકો અને જોધપુર (Jodhpur) વિસ્તારના 1 વ્યક્તિને હોમ આઈસોલેશનમાં રાખીને તેમના સ્વાસ્થ્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad Ebola case: અમદાવાદમાં આફ્રિકન વાયરસનો ફફડાટ, યુવકના બ્લડ સેમ્પલ તપાસમાં, તંત્ર એલર્ટ!

Tags :
Advertisement

.

×