Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા શહેરમાં ક્લીન એર માટે પ્રયાસ
- Ahmedabad: AMC દ્વારા 9 હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ કરાશે
- હોટસ્પોટથી હેલ્થસ્પોટ તરફ એર ક્વોલિટી મેનેજમેન્ટ કરાશે
- 16 મિસ્ટ મશીનો અને 62 રોડ સ્વીપર મશીનો ઉપયોગ
Ahmedabad: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ક્લીન એર પ્રયાસ શરૂ થયો છે. જેમાં AMC દ્વારા 9 હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ કરાશે. તથા હોટસ્પોટથી હેલ્થસ્પોટ તરફ એર ક્વોલિટી મેનેજમેન્ટ કરાશે. હોટસ્પોટમાં પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, મણિનગરનો સમાવેશ થાય છે. તેમજ 16 મિસ્ટ મશીનો અને 62 રોડ સ્વીપર મશીનો ઉપયોગ કરવામાં આવશે.
અમદાવાદને 'ગ્રીન સિટી' બનાવવા માટે એક મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન
ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદને 'ગ્રીન સિટી' બનાવવા માટે એક મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત શહેરમાં હવા પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં પિરાણા, રખિયાલ, રાયખડ જેવા નવ મુખ્ય પ્રદૂષણ હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ પરિવહનમાં ગ્રીન મોડલ અપનાવવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા શહેરીકરણ વચ્ચે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરીને વૈશ્વિક ઇવેન્ટ માટે પર્યાવરણીય ધોરણો જાળવવાનો છે.
Ahmedabad: પર્યાવરણ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું એ શહેરનું પ્રાથમિક લક્ષ્ય
શહેરના વિકાસ સાથે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સધન અને સતત કામગીરી હાથ ધરવામાં આવી છે. 2030માં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ અમદાવાદ શહેરે સ્વચ્છ હવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે વ્યાપક તૈયારીઓ પણ શરૂ કરી છે. વૈશ્વિક કક્ષાની રમતોત્સવ ઇવેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ પર્યાવરણ વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવું એ શહેરનું પ્રાથમિક લક્ષ્ય છે.
કુલ નવ હોટસ્પોટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા
શહેરમાં પ્રદૂષણના સ્થાનિક સ્ત્રોતોને વૈજ્ઞાનિક રીતે ઓળખી કુલ નવ હોટસ્પોટ વિસ્તારો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં પિરાણા, રખિયાલ, રાયખડ, બોપલ, વટવા, એસ.પી.સ્ટેડિયમ, ચાંદખેડા, મણિનગર અને વિવિધ 16 C&D વેસ્ટ કલેક્શન સેન્ટરોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના કારણે પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બન્યું છે. એટલું જ નહીં આ બધી જગ્યા ઉપર એર ક્વોલીટી સુધારવા માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Rajkot: પ્રમોશન મેળવવા પ્રોફેસરનો મોટો ખેલ ખુલ્લો પડી ગયો


