Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : મનપા ચૂંટણીની મતગણતરીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ, પોલીસકર્મીઓનો રહેશે બંદોબસ્ત

Ahmedabad મા મનપાની ચૂંટણીને લઈ આવતીકાલે મતગણતરી થશે અને અમદાવાદની બે કોલેજોમાં આ મતગણતરી હાથધરવામાં આવશે, ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, મતગણતરી કેન્દ્રો પર ડીસીપી અને ડીવાયએસપી પણ તૈનાત રહેશે, તો મહાનગરપાલિકાના જંગના પરિણામો પર સૌની મીટ મંડાઈ રહી છે, ત્યારે આવતીકાલે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે.
ahmedabad   મનપા ચૂંટણીની મતગણતરીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ  પોલીસકર્મીઓનો રહેશે બંદોબસ્ત
Advertisement
  • Ahmedabad મનપાની ચૂંટણીની મતગણતરી માટે તંત્ર દ્વારા આખરી ઓપ
  • LD એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે થશે મતગણતરી
  • LD એન્જિનિયરિંગ કોલેજમાં કુલ 24 વોર્ડની ગણતરી હાથ ધરાશે
  • પશ્ચિમના 5 અને બાકીના પૂર્વના વોર્ડની LD ખાતે થશે ગણતરી
  • મતગણતરી કેન્દ્ર પર 1 DCP અને 3 ACP તૈનાત રહેશે

Ahmedabad : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે (tomorrow) મતગણતરી હાથધરવામાં આવશે અને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, અમદાવાદ શહેરમાં મતગણતરી કેન્દ્રો પર 15 PI સહિત કુલ 600 પોલીસકર્મીઓનો (police) લોખંડી પહેરો રહેશે અને શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે, આવતીકાલે આવનારા મહાનગરપાલિકાના જંગના પરિણામો (result) પર સૌની મીટ મંડાઈ રહી છે અને મતગણતરીના સ્ટાફને જરૂરી તાલીમ અને સૂચનાઓ અપાઈ છે, તો અત્યારથી જ પોલીસનો બંદોબસ્ત લાગી ગયો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ફિલ્ડમાં છે અને બંદોબસ્ત પર નજર રાખી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં 46 ટકા મતદાન નોંધાયું છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની બે બેઠકો બિનહરીફ થતાં 190 બેઠકો સામે 652 ઉમેદાવારો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં લોકશાહીના મિશ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારે 7 વાગ્યે મતદાનનો પ્રારંભ અત્યંત ધીમી ગતિએ થયો હતો. શરૂઆતના કલાકોમાં પશ્ચિમ અમદાવાદના મતદાન મથકો પર સ્ટાફ મતદારોની રાહ જોતો બેસી રહ્યો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં સવારથી જ મધ્યમ કતારો જોવા મળી હતી. સવારે નિરસ મતદાન બાદ બપોરે 3 વાગ્યા પછી ‘રોકેટ ગતિ’ જોવા મળી અને સાંજ સુધીમાં 46 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, જેમ જેમ દિવસ ચઢતો ગયો અને ગરમીનો પારો વધ્યો, તેમ તેમ મતદાનની ટકાવારીમાં આશ્ચયંજનક ઉછાળો જોવા મળ્યો હતો.

Advertisement

ahmedabad gujarat first

Advertisement

મતદાનના દિવસે લગ્નગાળાની પણ અસર જોવા મળી હતી

પૂર્વમાં ઉત્સાહ અને પશ્ચિમમાં સુસ્તી વચ્ચે અનેક વિસ્તારોમાં ઈવીએમ ખોટકાયા અને મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. વહીવટી તંત્રની બેદરકારી અને મતદાર યાદીના છબરડા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની હતી. રવિવારે લગ્નગાળાની પણ અસર જોવા મળી હતી. ઉપરાંત શનિવાર અને રવિવારની જાહેર રજાના લીધે લોકો બહારગામ ગયા હોવાની પણ મતદાન મથકો પર અસર વર્તાઈ હતી. અગાઉની ચૂંટણીમાં વર્ષ 2015માં 46.51 ટકા અને 2021માં 42.51 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરી આવતીકાલે યોજાશે. 38 લાખમાંથી 9.61 લાખ પુરુષ, 3.61 લાખ મહિલા મળી 17.23 લાખ મતદારોએ મતદાન કર્યું હતું. AMCની ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી માત્ર 19.78% મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો : Ahmedabad Rural : અમદાવાદ ગ્રામ્યમાં ચૂંટણી બંદોબસ્તમાં 3200 પોલીસકર્મી રહેશે હાજર, પોલીસે ખાસ પોર્ટલ કર્યુ તૈયાર

Tags :
Advertisement

.

×