અમદાવાદીઓ માટે અત્યંત ડરામણી આગાહી: રસ્તાઓ બની શકે છે નદી! 8 ઇંચથી વધુ વરસાદની આગાહી
Ahmedabad Rain Forecast: અમદાવાદમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 8 ઈંચથી વધુ અત્યંત ભારે વરસાદ ખાબકવાની ભયાનક આગાહી કરવામાં આવી છે. રસ્તાઓ નદીમાં ફેરવાવાની અને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા અમદાવાદીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરી ઘરમાં જ સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે.
Advertisement
Ahmedabad Rain Forecast: મેગા સિટી અમદાવાદના (Ahmedabad) નાગરિકો માટે હવામાન વિભાગ (IMD) અને વાતાવરણિય સ્થિતિઓ તરફથી એક અત્યંત ડરામણા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આગામી કલાકોમાં આભ ફાટે તેવી ભયાનક સ્થિતિ સર્જાવાની શક્યતા સેવાઈ રહી છે. શહેરમાં ટૂંકા સમયમાં મુસળધારથી અતિભારે વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ નદીઓમાં (Rivers) ફેરવાઈ શકે છે.

