Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad family hostage in Dubai: શ્રીલંકાથી દુબઈ અને પછી ગાયબ, લંડન પહોંચતા પહેલા જ ગુજરાતી પરિવારનું અપહરણ!

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારને લંડન જવાની ઘેલછા ભારે પડી છે. વિદેશ જવાની લાલચમાં પરિવારના 4 સભ્યો હાલ શ્રીલંકા અને દુબઈ જેવા દેશોમાં બંધક બન્યા છે. બાબા ખાન નામના શખ્સે ખંડણીની માંગ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પીડિત દીકરીએ સરકાર પાસે પોતાના માતા-પિતા અને ભાઈઓને વહેલી તકે છોડાવવા માટે આજીજી કરી છે.
ahmedabad family hostage in dubai  શ્રીલંકાથી દુબઈ અને પછી ગાયબ  લંડન પહોંચતા પહેલા જ ગુજરાતી પરિવારનું અપહરણ
Advertisement
  • Ahmedabad family hostage in Dubai: ગુજરાતી પરિવારનું અપહરણ
  • વિદેશ જવાની લાલચમાં ગોમતીપુરના પરિવારને વિદેશમાં બંધક બનાવાયો
  • લંડન મોકલવાના બહાને એજન્ટે પરિવારના 4 સભ્યોને કિડનેપ કર્યા!
  • કિડનેપરે પરિવારને છોડવા માટે મોટી રકમની માંગ કરતા ચકચાર મચી

Ahmedabad family hostage in Dubai: અમદાવાદ (Ahmedabad) શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વિદેશ જવાની ઘેલછા ભારે પડી છે. ગોમતીપુર તિલક મેદાન પાસે આવેલી પરિવાર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોને લંડન (London) મોકલવાની લાલચ આપીને બંધક (Hostage) બનાવવામાં આવ્યા છે. શ્રેયા હેમેકરના માતા-પિતા અને બે ભાઈઓ હાલમાં કિડનેપર્સના (Kidnappers) કબજામાં હોવાની વિગતો સામે આવી છે. આ પરિવારે વિદેશ જવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

Ahmedabad family hostage in Dubai_GUJARAT 0

Advertisement

શ્રીલંકા અને દુબઈ સુધી લોકેશન મળ્યા બાદ પરિવાર ગુમ (Missing)

પરિવારના સભ્યો લંડન જવા માટે રવાના થયા ત્યારે તેમની છેલ્લી માહિતી શ્રીલંકા (Sri Lanka) અને ત્યારબાદ દુબઈ (Dubai) સુધી મળી હતી. જોકે, દુબઈ પહોંચ્યા બાદ પરિવારના ચારેય સભ્યોનો સંપર્ક તૂટી ગયો હતો. શ્રેયા બેનના જણાવ્યા અનુસાર, બાબા ખાન નામના શખ્સે તેમના પરિવારને કિડનેપ (Kidnap) કરીને અજાણી જગ્યાએ રાખ્યા છે. આ શખ્સ હવે પરિવારના સભ્યોને છોડવા માટે મોટી રકમની ખંડણીની (Ransom money) માંગ કરી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો---- Mehsana Accident news: અકસ્માતમાં ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો ને ડ્રાઈવર અંદર જ ફસાયો!

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Complaint)

સમગ્ર મામલે શ્રેયા બેને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ (Police) દ્વારા આ ગંભીર કિસ્સામાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિદેશમાં ફસાયેલા પરિવારને પરત લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સની (Technical Surveillance) મદદ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તપાસના તાર જોડી રહ્યા છે જેથી નિર્દોષ લોકોને જલ્દી મુક્ત કરાવી શકાય.

પીડિત પરિવારની સરકાર (Government) પાસે ન્યાયની માગ

પોતાના સ્વજનો ગુમ થતા શ્રેયા બેન ખૂબ જ ચિંતિત છે અને તેમણે સરકાર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની (Justice) માંગણી કરી છે. તેમણે વિનંતી કરી છે કે તેમના વૃદ્ધ માતા-પિતા અને ભાઈઓને વહેલી તકે હેમખેમ ભારત (India) પરત લાવવામાં આવે. આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા એજન્ટોના રેકેટ (Racket) અને તેનાથી થતા જોખમો સામે લાલબત્તી ધરી છે.

આ પણ વાંચો---- GPSC Exam 2026: GPSC ના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 64 કેડરની પરીક્ષા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કસોટી

 

Tags :
Advertisement

.

×