Ahmedabad Firing Case: નહેરુનગરમાં નિવૃત્ત DySP દ્વારા જાહેરમાં ફાયરિંગ
Ahmedabad Firing Case: અમદાવાદના પોશ ગણાતા સેટેલાઇટ વિસ્તારમાં આવેલા નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળ આજે ધોળા દિવસે ફાયરિંગની ઘટના (Firing Incident) બનતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. આ ફાયરિંગ નિવૃત DySP અશોકસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે (Crime Scene) દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આખો મામલો કરોડો રૂપિયાની કિંમતી જમીનના વિવાદને (Land Dispute) લઈને સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
જમીનના કબ્જા અને કરોડો રૂપિયાની લેતીદેતીનો આક્ષેપ
મળતી માહિતી મુજબ જે જગ્યા પર ફાયરિંગ થયું તે જમીનના મૂળ માલિક પ્રિયમ મહેતા છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ કિંમતી જમીન નિવૃત ડીવાયએસપી (Retired DySP) અશોકસિંહ ચૌહાણના કબ્જામાં હતી. આ ખુલ્લા પ્લોટમાં હરેશ ભારભીડીયા તેમજ હિતેશ ભારભીડીયા નામના વ્યક્તિઓ ભાડેથી ખાણીપીણી અને કપડાનું બજાર (Food and Clothing Market) તૈયાર કરીને ચલાવતા હતા. ઘટના અંગે એક પ્રત્યક્ષદર્શી મહિલાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, આ જગ્યા પર કામ શરૂ કરવા અંગે છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. આક્ષેપ છે કે નિવૃત પોલીસ અધિકારી ચૌહાણ નામના વ્યક્તિએ 4 કરોડ રૂપિયા લીધા હોવા છતાં અહીં કામગીરી અટકાવી (Work Halted) રાખી હતી, જ્યારે ભાગીદાર (Partner) અમિત, સુમિત અને મુન્નાભાઈ અહીં બજાર શરૂ કરવા માટે તૈયાર હતા.
Ahmedabad Firing: અમદાવાદ નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ ફાયરિંગ
નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણએ ફાયરિંગ કર્યું
ફાયરિંગની ઘટના નજરે જોનાર પ્રત્યક્ષદર્શીની પ્રતિક્રિયા
"ત્રણ વ્યક્તિ વચ્ચે હતો જમીન લઇને હતો વિવાદ"
"ખુલ્લા પ્લોટમાં ખાણીપીણી, કપડાનું બજાર કરવાનું હતું તૈયાર"
ચૌહાણ નામના કોઇ… pic.twitter.com/ZoNEAsibJk— Gujarat First (@GujaratFirst) May 27, 2026
ભાડું ન ચૂકવાતા બોલાવેલી મિટિંગ લોહિયાળ બની
છેલ્લા થોડા સમયથી હરેશ અને હિતેશ ભારભીડીયા દ્વારા જમીનનું ભાડું (Rent) ચૂકવવામાં આવ્યું ન હતું. આ ભાડાની વસૂલાત અને જમીનના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આજે એક મહત્વની બેઠક (Meeting) બોલાવવામાં આવી હતી. આ મિટિંગ દરમિયાન હરેશ ભારભીડીયા, હિતેશ ભારભીડીયા અને નિવૃત DySP અશોક ચૌહાણ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી (Heated Argument) થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મામલો બિચક્યો હતો અને ગુસ્સામાં આવીને નિવૃત DySP અશોકસિંહ ચૌહાણ દ્વારા પોતાની રિવોલ્વરથી ઉપરાઉપરી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદના નહેરુનગર નજીક ફાયરિંગની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સેટેલાઈટ પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને… pic.twitter.com/aoLaRxO1Y9
— Gujarat First (@GujaratFirst) May 27, 2026
સ્થાનિકોમાં ફફડાટ
જાહેરમાં થયેલા આ ગોળીબારના અવાજથી આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જમીન માફિયાગીરી અને નાણાકીય વ્યવહારોના કારણે આ જીવલેણ હુમલો (Fatal Attack) કરવામાં આવ્યો હતો. પોલીસે હાલ ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે નિવૃત ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કાયદો હાથમાં લેવાની આ ઘટનાએ સમગ્ર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચોઃ Surat: ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ.. પછી બ્લેકમેઈલિંગ અને આપઘાત! હચમચાવી દેતી ઘટના


