Ahmedabad Firing News : અમદાવાદમાં ધમા બારડ સામે ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ
- Ahmedabad Firing News : ધમા બારડ સામે 2016થી 2024 સુધી ગંભીર ગુનાઓનો રેકોર્ડ
- અમદાવાદમાં ધમા બારડના ક્રાઈમ રેકોર્ડે મચાવી ચકચાર
- હત્યાના પ્રયાસથી આર્મ્સ એક્ટ સુધી ધમા બારડ સામે અનેક FIR
Ahmedabad Firing News : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ દરમિયાન ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા ધમા બારડ સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓની લાંબી યાદી સામે આવી છે. પોલીસ રેકોર્ડ મુજબ તે હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ખંડણી, મારામારી અને આર્મ્સ એક્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને વર્ષોથી અલગ અલગ કેસોમાં વોન્ટેડ રહ્યો છે.
ધમા બારડ પર અનેક પોલીસ સ્ટેશનોમાં ગંભીર FIR નોંધાઈ
રિપોર્ટ મુજબ ક્રિષ્નાનગર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ સૌથી વધુ 18 કેસ નોંધાયેલા છે, જેમાં કલમ 307 (હત્યાનો પ્રયાસ), 395 (ધાડ), 397 (લૂંટ દરમિયાન હિંસા), 324, 323 અને આર્મ્સ એક્ટ જેવી ગંભીર કલમો સામેલ છે. આ ઉપરાંત નિકોલમાં 2, બાપુનગરમાં 1, નરોડામાં 1, ડીસીબી ક્રાઈમ બ્રાન્ચમાં 2, ડભોડામાં 1 અને વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. આ રીતે તેના વિરુદ્ધ અલગ અલગ FIR નોંધાઈ છે, જેમાં ગુનાહિત કાવતરું, ખંડણી, રાયોટિંગ અને પ્રોહિબિશન એક્ટના કેસો પણ સામેલ છે.
ધમા બારડ એન્કાઉન્ટર બાદ ગુનાહિત ઇતિહાસની તપાસ તેજ
પોલીસ મુજબ ધમા બારડ સામે વર્ષ 2016થી લઈને 2024 સુધી સતત ગુનાઓ નોંધાતા રહ્યા છે, જેમાં મારામારીથી લઈને ગંભીર હિંસક ઘટનાઓ સુધીના આરોપો સામેલ છે. કેટલાક કેસોમાં તે હથિયાર રાખવા અને તેનો ઉપયોગ કરવા સંબંધિત આર્મ્સ એક્ટ હેઠળ પણ આરોપી રહ્યો છે. હાલની ઘટનામાં, જ્યારે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ કાબૂ બહાર જતા પોલીસને બચાવમાં તેના પર ફાયરિંગ કરવું પડ્યું હતું. આ દરમિયાન તેને પગમાં ગોળી વાગી હતી અને બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
Ahmedabad Crime Branch Encounter: કથિત અથડામણમાં વોન્ટેડ આરોપી Dhama Baradના પગમાં વાગી ગોળી#Ahmedabad #CrimeBranch #DhamaBarad #Encounter #SolaCivil #BreakingNews #LocalNews #GujaratFirst #CrimeUpdate #LatestUpdates #GujaratPolice #SelfDefense #Gujarat pic.twitter.com/ODTSyXpiPV
— Gujarat First (@GujaratFirst) May 25, 2026
ઉલ્લેખનીય છે કે, પોલીસ હવે તેના તમામ કેસોની વિગતવાર તપાસ સાથે તેના નેટવર્ક અને અન્ય સંભવિત સાગરીતોની ભૂમિકા અંગે પણ તપાસ આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચો : Ahmedabad Breaking News: ક્રાઈમ બ્રાન્ચ પર હુમલા દરમિયાન કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામોના પગમાં ગોળી વાગી


