Ahmedabad Flight Fare Hike: એરલાઇન્સનો ‘વેકેશન પાવર’, ઉનાળુ રજાઓમાં ભાડું 5 ગણુ વધ્યું!
- Ahmedabad Flight Fare Hike: ઉનાળાનું વેકેશન થયું મોંઘુ!
- ઉનાળા વેકેશનના પ્રારંભે જ વિમાનના ભાડામાં તોતિંગ વધારો
- અમદાવાદથી બેંગલોરની ફ્લાઇટનું ભાડું રેકોર્ડબ્રેક પહોંચ્યું
- મુંબઈ અને જયપુર જવા માટે પ્રવાસીઓએ અધધ રૂપિયા ખર્ચવા પડશે
- સામાન્ય દિવસોની સરખામણીએ હવાઈ ભાડામાં 4 થી 5 ગણો વધારો
Ahmedabad Flight Fare Hike: ઉનાળાની રજાઓ પડતાની સાથે જ લોકોએ ફરવા જવા માટેના આયોજનો શરૂ કરી દીધા છે, પરંતુ આ વખતે આસમાની સફર સામાન્ય માણસના બજેટને હચમચાવી નાખે તેવી છે. કેટલાક જાણીતા પ્રવાસન સ્થળો અને મેટ્રો શહેરોમાં જવા માટે જે રકમ સામે આવી રહી છે તે જોઈને પ્રવાસીઓ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ટિકિટના દરમાં થયેલો આ અસાધારણ ઉછાળો પ્રવાસના શોખીનો માટે ચિંતાનો વિષય બન્યો છે.
Ahmedabad Flight Fare Hike: હવાઈ મુસાફરીના ભાડામાં તોતિંગ વધારો
અમદાવાદ (Ahmedabad) થી ઉનાળુ વેકેશન (Summer Vacation) ગાળવા બહાર જનારા પ્રવાસીઓ માટે હવે મુસાફરી ખર્ચાળ બની છે. વેકેશનની સીઝન શરૂ થતાની સાથે જ વિમાનના ભાડામાં (Air Fare) જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈ, દિલ્હી, જયપુર, બેંગલોર અને ગોવા જેવા મુખ્ય શહેરો માટેની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા છે. એરલાઇન્સ કંપનીઓએ સામાન્ય દિવસોની સરખામણીમાં ભાડામાં 4 થી 5 ગણો વધારો કરી દીધો છે.
આ પણ વાંચો----- Gujarat Heatwave: ગરમીએ રેકોર્ડ તોડ્યા, રાજકોટ સહિતના શહેરો અગનજ્વાળાની લપેટમાં, લૂના કારણે લોકો ઘરોમાં કેદ!
Ahmedabad Flight Fare Hike: મેટ્રો શહેરોની ટિકિટના ભાવ આસમાને
અમદાવાદથી મુંબઈ (Mumbai) જતી ફ્લાઇટનું ભાડું અત્યારે 46,000 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ જ રીતે અમદાવાદથી બેંગલોર (Bangalore) જવાનું વિચારી રહેલા મુસાફરોએ હવે 76,000 રૂપિયા ખર્ચવા પડી રહ્યા છે. જયપુર (Jaipur) જવા માટેની એક તરફની ટિકિટનો દર પણ 50,000 રૂપિયા સુધી નોંધાયો છે. પ્રવાસીઓની ભારે ભીડ અને મર્યાદિત સીટોના કારણે એવિએશન સેક્ટરમાં આ આર્થિક બોજો (Financial Burden) વધ્યો છે.
સામાન્ય દિવસો કરતા મોંઘી બની સફર
સામાન્ય રીતે જે રૂટ પર ભાડા સસ્તા હોય છે, ત્યાં અત્યારે કિંમતોમાં અસાધારણ ઉછાળો (Spike) જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી વિવિધ ફ્લાઇટ્સના દરમાં વેકેશનના કારણે ભારે માંગ (Demand) ઉભી થઈ છે. ગોવા અને દિલ્હી જેવા શહેરો માટે પણ મુસાફરોએ અનેકગણા વધુ પૈસા ચુકવવા પડી રહ્યા છે. આ મોંઘવારીના કારણે અનેક પરિવારોએ તેમના પ્રવાસના પ્લાન (Travel Plan) માં ફેરફાર કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો----- Somnath Amrit Parv-2026: CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતની સુખાકારી માટે કરી મંગલ કામના


