અમદાવાદના ફૂટપાથ દબાણો સામે હાઈકોર્ટમાં PIL: 'રાઈટ ટુ વોક' નાગરિકોનો અધિકાર
Ahmedabad Footpath Encroachment: અમદાવાદમાં ફૂટપાથ પરના દબાણો, પાર્કિંગ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંદર્ભ આપી 'રાઈટ ટુ વોક'ને બંધારણીય અધિકાર ગણાવ્યો છે. અરજીમાં ફૂટપાથોના સર્વે, ડિમાર્કેશન, દિવ્યાંગો માટે સુલભ વ્યવસ્થા અને AMC પાસે વોર્ડવાઈઝ એક્શન-કમ્પ્લાયન્સ રિપોર્ટની માંગ કરાઈ છે.
Advertisement
Ahmedabad Footpath Encroachment: અમદાવાદ શહેરમાં રાહદારીઓ માટે બનાવવામાં આવેલા ફૂટપાથો પર બેફામ રીતે વધી ગયેલા ગેરકાયદે દબાણો અને અતિક્રમણનો ગંભીર મામલો ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)ના દ્વારે પહોંચ્યો છે. શહેરમાં રાહદારીઓની સલામતી જોખમાતી હોવાની બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં નાગરિકોના સુરક્ષિત ચાલવાના અધિકારને બંધારણીય અધિકાર ગણાવીને તંત્ર સામે કડક કાનૂની આદેશો જારી કરવાની દાદ માંગવામાં આવી છે.

