ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : જાણીતી શાળાને FRC એ ફટકાર્યો રૂ. 3 લાખનો મસમોટો દંડ

FRC એ તપાસ કરી 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો.
10:32 PM Jan 31, 2025 IST | Vipul Sen
FRC એ તપાસ કરી 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો.
સૌજન્ય : Google
  1. FRC એ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો
  2. શાળાએ 80 હજારની સામે 81 હજાર રૂપિયા ફી વસૂલી હોવાનો આરોપ
  3. વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને FRC માં ફરિયાદ કરી હતી
  4. FRC એ 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો

અમદાવાદનાં (Ahmedabad) ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. FRC એ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને (Global Indian International School) રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો છે. શાળાએ રૂપિયા 80 હજારની સામે 81 હજાર ફી વસૂલી હોવાની બાબત સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat Police : રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન, 42 ટાપુ પર તપાસનો ધમધમાટ

ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને રૂ. 3 લાખનો દંડ

ફી રેગ્યુલેશન કમિટી (FRC) દ્વારા એફઆરસી એકટ હેઠળ નક્કિ કરવામાં આવેલ ફી વસૂલી નિયમોનું પાલન કરવા શાળાઓને આદેશ કરાયો છે. પરંતુ, તેમ છતાં કેટલીક શાળાઓ દ્વારા નિયમોની વિરુદ્ધ જઈ વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવી રહી છે. આ પ્રકારની સ્કૂલો સામે FRC દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે વધુ એક સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, શહેરનાં (Ahmedabad) ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલને FRC દ્વારા મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Dohod ની ઘટના બાદ કોંગ્રેસનાં સરકાર પર પ્રહાર, મહિલા સુરક્ષા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન

રૂપિયા 80 હજારની સામે 81 હજાર રૂપિયા ફી વસૂલી હોવાનો આરોપ

માહિતી અનુસાર, ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રૂપિયા 80 હજારની સામે 81 હજાર રૂપિયા ફી વસૂલવામાં આવી હોવાની બાબત સામે આવી હતી. આ અંગે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને FRC માં ફરિયાદ પણ કરી હતી. વાલીઓની ફરિયાદનાં આધારે FRC એ તપાસ કરી 15 દિવસમાં વાલીઓને રૂપિયા પરત કરવા સ્કૂલને આદેશ કર્યો અને સાથે જ રૂપિયા 3 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

આ પણ વાંચો - Dahod : સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી, 15 પૈકી 12 ની ધરપકડ

Tags :
AhmedabadBreaking News In GujaratiDistrict Education officerfrcGodrej Garden CityGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In Gujarati
Next Article