Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad: સાણંદના કલાણામાં થયેલી જૂથ અથડામણમાં 3 મહિલા સહિત 25ની ધરપકડ

Ahmedabad: સાણંદના કલાણા ગામમાં તળાવ પાસે જોવા જેવી સામાન્ય બાબતે શાહરૂખ પઠાણ અને સગીર વચ્ચે થયેલી તકરારે જૂથ અથડામણનું સ્વરૂપ લીધું હતું. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે 3 મહિલા સહિત 25ની ધરપકડ કરી છે. 100 પોલીસ જવાનોના કાફલા સાથે ગામમાં સતત ત્રીજા દિવસે કોમ્બિંગ ચાલુ છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વોની શોધખોળ જારી છે.
ahmedabad  સાણંદના કલાણામાં થયેલી જૂથ અથડામણમાં 3 મહિલા સહિત 25ની ધરપકડ
Advertisement
  • Ahmedabad: સાંણંદના  કલાણા ગામ થઈ હતી જૂથ અથડામણ
  •  પથ્થરમારા મુદ્દે 3 મહિલા સહિત 25ની ધરપકડ
  • કુલ 60 જેટલા લોકોની અટકાયત!

Ahmedabad: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામ (Kalana village) માં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા બે જૂથો વચ્ચે થયેલા ભયંકર પથ્થરમારાની ઘટનામાં સાણંદ GIDC પોલીસે (Sanand GIDC Police) કડક કાર્યવાહી હાથ ધરી છે.  આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 3 મહિલાઓ સહિત કુલ 25 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે હજુ પણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને કોમ્બિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.

Ahmedabad:  શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા કલાણા ગામમાં 29 ડિસેમ્બરે થયેલી જૂથ અથડામણ મામલે સાણંદ GIDC પોલીસે 25 આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ અને તેમની પ્રાથમિક પૂછપરછ બાદ અથડામણને લઈને મહત્વનો ખુલાસો પણ થયો છે. જૂથ અથડામણનું મૂળ કારણ યુવકો વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતેથી થઈ હતી. શરૂઆત એક સામાન્ય તકરારથી થઈ જેને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. કલાણાના તળાવ પાસે શાહરૂખ પઠાણ (Shahrukh Pathan) નામના આરોપી અને એક સગીર વચ્ચે "એકબીજા સામે જોવા" જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ નાનકડી તકરાર એટલી હદે વણસી ગઈ કે તે બે જૂથો વચ્ચેની ઉગ્ર અથડામણમાં પરિણમી, જેમાં પથ્થરમારો પણ થયો હતો.

Advertisement

60 જેટલા લોકોની અટકાયત થઈ હતી

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સાણંદ GIDC પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી છે. પથ્થરમારામાં સંડોવાયેલા 3 મહિલા સહિત 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કુલ 60 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કલાણા ગામમાં સતત ત્રીજા દિવસે પણ પોલીસનું કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. 1 DySP, 5 PI, અને 8 PSI સહિત 100 જેટલા પોલીસકર્મી ગામમાં શાંતિ સ્થાપિત કરવા અને લોકો ડરનો માહોલ ન રહે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

ડ્રોન સર્વેલન્સની મદદથી આરોપીઓ પકડાયા

sasand police_gujaratfirst

પોલીસ દ્વારા ઘટના બન્યા બાદ આરોપીઓ ખેતરમાં છુપાયા હતા. જેથી ડ્રોન સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધીને પકડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આ ઘટના સંદર્ભે કોઈ પણ પ્રકારની આપવામાં આવે સોશિયલ મીડિયા મારફતે મળતી માહિતી અંગે ખરાઈ કરવામાં આવે. પકડાયેલા 25 આરોપીઓમાંથી 5 ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, 2 મજૂરના મોત

Tags :
Advertisement

.

×