ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : જાતીય સતામણીનાં આરોપ બાદ પ્રોફેસર વિરુદ્ધ GTU ની કડક કાર્યવાહી!

પ્રોફેસર સામે જાતીય સતામણીનાં ગંભીર આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
09:06 PM Jan 30, 2025 IST | Vipul Sen
પ્રોફેસર સામે જાતીય સતામણીનાં ગંભીર આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સૌજન્ય : Google
  1. Ahmedabad ની GTU નાં પ્રોફેસરને ટર્મિનેટ કરાયા
  2. પ્રોફેસર એસ.ડી પંચાલને હોદ્દા પરથી ટર્મિનેટ કરવામાં આવ્યા
  3. જાતીય સતામણીનો પ્રોફેસર પંચાલ આરોપ સામે હતો
  4. યુનિ.એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને સોંપી હતી તપાસ

અમદાવાદની (Ahmedabad) GTU નાં પ્રોફેસરને ટર્મિનેટ કરવામાં આવ્યો હોવાની મહિતી સામે આવી છે. પ્રોફેસર સામે જાતીય સતામણીનાં ગંભીર આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોફેસર સામે આ આરોપો સાચા સાબિત થતાં GTU તંત્ર દ્વારા ટર્મિનેશન કરવાનો કડક નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Junagadh : મહેશગીરી બાપુના આરોપો બાદ ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

પ્રોફેસર એસ.ડી પંચાલને ફરજ પરથી ટર્મિનેટ કરાયા

અમદાવાદની (Ahmedabad) જાણીતી ટેકનોલોજિકલ યુનિવર્સિટી GTU તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી અનુસાર, GTU તંત્રે પ્રોફેસર એસ.ડી પંચાલને ફરજ પરથી ટર્મિનેટ કર્યા છે. પ્રોફેસર એસ.ડી પંચાલ (S.D. Panchal) સામે જાતીય સતામણીનાં ગંભીર આરોપ હતા. જે અંગે યુનિ.એ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને તપાસ સોંપી હતી. કમિટીની તપાસમાં પ્રોફેસર સામેનાં આરોપો સાચા ઠરતા GTU એ ટર્મિનેશન સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - BZ Group Scam : કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવી

કમિટીની રિપોર્ટમાં આરોપ સાચા ઠરતા કાર્યવાહી

પ્રાપ્ત માહિતી અનુસાર, જીટીયુનાં એક મહિલા પ્રોફેસરે એસ.ડી પંચાલ જાતીય સતામણીનાં ગંભીર આરોપ લગાવ્યા હતા. આ અંગે મહિલા પ્રોફેસરે ફરિયાદ કરતા યુનિવર્સિટી તંત્ર દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને (ICC) તપાસ સોંપવામાં આવી હતી. જો કે, કમિટીની તપાસ રિપોર્ટમાં પ્રોફેસર એસ.ડી. પંચાલ સામેના આરોપ સાચા ઠરતા GTU એ ટર્મિનેશનનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો - કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ CM Bhupendra Patel ની હાજરીમાં 3 નવા ફોજદારી કાયદાનાં અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી

Tags :
Breaking News In GujaratiGTU AdministrationGTU AhmedabadGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsInternal Complaints Committee (ICC)Latest News In GujaratiNews In GujaratiS.D. Panchal
Next Article