Ahmedabad: સલમાન એવન્યુ બાદ વધુ એક ગેરકાયદે બાંધકામ હટાવવા હાઇકોર્ટે આપી મંજૂરી, વાંચો અહેવાલ
- જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે આવેલ ઈમારતને તોડવા મંજૂરી
- કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા રાહત માનતી અરજી હાઇકોર્ટ સમક્ષ કરાઈ
- લેખિત હુકમ આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા કરાશે ડિમોલિશનની કાર્યવાહી
Ahmedabad: અમદાવાદમાં અત્યારે ગેરકાયદેસરના બાંધકામ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યાં છે. થોડા સમય પહેલા સલમાન એવન્યુના બે માળના ગેરકાયદેસરના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે વધુ એક ગેરકાયદેસર બંધાયેલા બાંધકામને હટાવવા માટે હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. જેથી હવે અમદાવાદ મહાનગરપાલિકા આવા ગેરકાયદેસરના બાંધકામનો તોડી પાડવા માટે કામગીરી હાથ ધરવાની છે.
આ પણ વાંચો: Gandhinagar: મકાનની દીવાલ ધરાશાયી થતા 2 ના મોત, એકની હાલત ગંભીર; 7 લોકો કરી રહ્યાં હતા કામ
મસ્જિદ પાસે આવેલી ઇમારતને તોડી પાડવા માટે હાઈકોર્ટની મંજૂરી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ગુજરાત હાઈકોર્ટે જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે આવેલી ઇમારતને તોડી પાડવા માટે મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે, કાચની મસ્જિદ ટ્રસ્ટ દ્વારા રાહતની માટેની અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી. આ અરજીમાં એએમસી અને વકફ બોર્ડ સહિતના લોકો પક્ષકાર તરીકે જોડાયા હતા. મહત્વની વાત એ છે કે, ઉર્દુ શાળાના પ્રાંગણમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હતું. તેને તોડી પાડવા માટે કોર્પોરેશનને નોટિસ આપી હતી.
આ પણ વાંચો: Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!
લેખિત હુકમ આવ્યાં બાદ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરાશે
ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા અપાયેલી નોટિસ મામલે કાચની મસ્જિદ ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે, કોર્ટે અત્યારે ગેરકાયદેસરના બાંધકામને તોડી પાજવા માટે હુકમ કર્યો છે. અત્યારે હાઈકોર્ટના લેખિત હુકમ અંગે પ્રતિક્ષા કરવામાં આવી રહીં છે. લેખિત હુકમ આવ્યાં બાદ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરશે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો