Ahmedabad: લાલ દરવાજા પાસેથી ગુજરાત ATSએ 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું, એકની ધરપકડ
- ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની કરવામાં આવી ધરપકડ
- આ આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો
- ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય આરોપીની તપાસ હાથ ધરાઈ
Ahmedabad: ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી હોવાના સમાચાર સામે આવ્યાં છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ત્યારે હવે અમદાવાદમાંથી પણ લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાત ATS એ રૂપિયા 27 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. ગુજરાત ATS એ અમદાવાદના લાલ દરવાજા પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: FRC કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ, યોગ્ય જવાબ નહીં આપે તો..
ડ્રગ્સ પેડલર ફરજાન શેખ નામના વ્યક્તિની પણ ધરપકડ કરાઈ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત ATS એ અમદાવાદના ડ્રગ્સ પેડલર ફરજાન શેખ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી લીધી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પહેલા આરોપી ફરજાન શેક 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. અત્યારે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહીં છે. આ સાથે ડ્રગ્સ સપ્લાયમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? તેની પણ તપાસ કરવામાં આવી રહીં છે.
આ પણ વાંચો: Chhota Udepur : બોડેલી પાસે Hit and Run, જમાઈ અને નાની સાસુનું ઘટના સ્થળે જ મોત
આ તમામ બાબતેમાં મેઈન ડ્રગ્સ માફિયા કોણ છે?
ગુજરાતમાં અત્યાર સુધીમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમ છતાં ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ સપ્લાય કરવાનું કેમ બંધ નથી કરી રહ્યાં? તે એક મોટો સવાલ છે. અત્યારે તો આ આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહીં છે. પરંતુ આમાં કોઈ એક વ્યક્તિનો હાથ ના હોઈ શકે! અન્ય લોકોની પણ સંડોવણી હોય તો જ ગુજરાતમાં આવી રીતે ડ્રગ્સ પહોંચી શકે! પોલીસે એ દિશામાં પણ તાપસ કરવી જોઈએ કે, આખરે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે? કોણ છે આ ડ્રગ્સને મેઈન માફિયા? અત્યાર સુધીમાં માત્ર નાના મોટા ડ્રગ્સ પેડલરોની જ ધરપડક કરવામાં આવી છે, હજી સુધી કોઈ મોટા માથાનું નામ સામે આવ્યું નથી! એ દિશામાં તપાસ ક્યારે થશે? તે એક સવાલ છે.
આ પણ વાંચો: Jamnagar: સાયબર ઠગોએ પ્રોફેસર પાસેથી રૂપિયા 50 લાખ પડાવ્યાં, ઘરે આવીને પણ રૂપિયા લઈ ગયા હતાં
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો