આજથી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં 'રેડ એલર્ટ', તંત્ર એલર્ટ મોડ પર
Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) આજથી ચોમાસાનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગે (IMD) અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara) અને સુરત (Surat) સહિત 8 જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેવાની પ્રબળ શક્યતા છે.
Advertisement
Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો વધુ એક ભયાનક રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની શક્યતા હવામાન વિભાગ (IMD) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે, જેને પગલે સમગ્ર વહીવટી તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે.

